મર્યાદિત લોકોની હાજરીમાં જળયાત્રા નીકળશે, મંદિરમાં તૈયારીઓ શરૂ

આવતીકાલે ભગવાન જગન્નાથની 144મી જળયાત્રા યોજાશે 

અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની 144મી જળયાત્રા યોજાશે. મંદિર ખાતે જળાયાત્રાની અત્યારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ જળાયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ હાજર પણ હાજર રહેવાના છે. 

50 લોકોની હાજરીમાં જળયાત્રા નીકળશે 

મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજે કહ્યું કે, કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જળયાત્રા નીકળશે. 50 લોકોની હાજરીમાં જળયાત્રા યોજાશે. જળયાત્રામાં મર્યાદિત ગજરાજ, મર્યાદિત ધ્વજા રહેશે. મર્યાદિત લોકો સાથે ગંગા પૂજન કરી મંદિરે જળાભિષેક થશે. ત્યાર બાદ ભગવાનને ગજવેશ ધારણ કરાશે. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ હાજર રહેશે. સાથે જ તેમણે કહ્યું કે, રથયાત્રાના આયોજન અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. 

જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે જશે  

રથયાત્રા પહેલા જળયાત્રા યોજાતી હોય છે. પહેલાં જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા યોજાતી હોય છે. જેમાં ગંગા નદીનું પાણી લાવી તેનાથી ભગવાન પર અભિષેક કરાય છે. આવતીકાલે પૂનમના દિવસે 108 કળશમાં નદીનું પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવશે. બાદમાં ભગવાનનો અભિષેક કરવામાં આવશે. ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. 

 15 ,  1