કિશોરીના અપહરણ કેસમાં છુટ્યા બાદ આરોપીએ તેના પર બળાત્કાર ગુજાર્યો

સરદારનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

અપહરણ કેસમાં એક મહિના પહેલાં જ આરોપી છુટ્યો હતો

કિશોરીના અપહરણ કેસમાં જેલવાસ ભોગવ્યા બાદ સગીર આરોપી એક મહિના પહેલાં જ બાળ રીમાન્ડમાંથી છુટ્યો હતો. જો કે, છુટ્યા બાદ આરોપીએ કિશોરીની બહેનપણીના ફોનમાંથી તેને ફોન કરી મળવા બોલાવી હતી. ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજારી રસ્તામાં મુકી ત્યાંથી પલાયન થઇ ગયો હતો. આ મામલે 15 વર્ષિય કિશોરીની માતાએ ફરિયાદ નોંધાવતા સરદારનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા રાજાવીર સર્કલ પાસે રહેતી 15 વર્ષિય રેખા(નામ બદલ્યું છે) ગઇકાલે બહેનપણીને મળવા જવાનું કહી ઘરેથી નિકળી હતી. બે કલાક સુધી તે ઘરે પરત આવી ન હતી. જેથી તેની માતાએ શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાન દિકરી મહાવીર કસરત શાળા સામે બેઠી હોવાનું માતાને જાણ થઇ હતી. જેથી માતા રેખાને લઇ ઘરે પહોંચ્યા હતા. ત્યારે રેખાની માતા-પિતાએ પુચ્છા કરતા તેણે જણાવ્યું હતું કે, અગાઉ આપણી સાથે રહેતો મુકેશ (નામ બદલ્યું છે) મને પહેલાં ભગાડી ગયો હતો. જેથી તેની સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

જેમાં તે એક મહિના પહેલાં બાળ રીમાન્ડ હોમમાંથી છુટ્યો હતો. તેણે મને મારી સહેલીના નંબરથી ફોન કર્યો હતો અને મળવા બોલાવી હતી. જેથી હું તેને મળવા ગઇ હતી. મળવા ગયા બાદ તે મને રીક્ષામાં એક કાચા મકાનમાં લઇ ગયો હતો. જ્યાં વાતચીત કરી રહ્યા હતા. ત્યારે આરોપીએ અડપલાં શરૂ કર્યા હતા. જો કે, રેખાએ તેનો પ્રતિકાર કરતા મુકેશે બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. પછી તે રેખાને કસરત શાળા પાસે મુકી પલાયન થઇ ગયો હતો.

દિકરીની આવી વાત સાંભળ્યા બાદ માતા સરદારનગર પોલીસ મથક પહોંચી હતી અને સગીર આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ તો રેખાનું મેડિકલ કરાવી ફરાર મુકેશની શોધખોળ હાથ ધરી છે.

 23 ,  1