નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર આરોપી આખરે ઝડપાયો

કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે ચપ્પલ ફેંકનાર આરોપી રશ્મિન પટેલ

કરજણ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના પ્રચાર માટે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનારની ધરપકડ કરવામાં આવી છે. ચપ્પલ ફેંકનારનું નામ રશ્મિન પટેલ છે અને તે શિનોરનો રહેવાસી છે અને કૉંગ્રેસનો કાર્યકર્તા છે તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.  –

વડોદરાના કરજણમાં નીતિન પટેલ પ્રચાર અર્થે ગયા હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પુરોલી ગામમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા. ત્યારે તેમના પર કોઈએ ચપ્પલ ફેંક્યું હતું. જોકે, તેમને ચપ્પલ વાગ્યું ન હતું. જે બાદ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ, અમિત પંડ્યા નામના યુવક સાથે રશ્મિનની વાત થઈ હતી. જેમાં રશ્મિન ફોન પર જૂત્તું ફેંકવાનું કામ આપણા માણસોએ જ કર્યુ હોવાની  વાત કરતો હતો. રશ્મિન કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે. પોલીસને આરોપીની ઓડિયો ક્લીપ પણ મળી છે અને બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. અમિત પંડ્યા વડોદરાનો રહેવાસી છે. પોલીસ કાવતરાની કલમ લગાવશે તેમ જાણવા મળ્યું છે.

જણાવી દઇએ, ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ કરજણના પુરોલી ગામમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે તેમના પર કોઈએ ચંપલ ફેંક્યું હતું. જોકે તેમને ચંપલ વાગ્યુ નથી. ચંપલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ખળભળાટ મચ્યો હતો. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ચપ્પલ ફેંકાયા બાદ નીતિન પટેલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો.

ડેપ્યૂટી સીએમ વડોદરાના કરજણ વિધાનસભા વિસ્તારના કરોલી ગામમાં યોજાયેલ એક ચૂંટણી સભાને સંબોધિત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક વ્યક્તિએ ચંપલ ફેંક્યું હતું, ચંપલ ટીવી ચેનલના માઈક પર પડ્યું હતું. ભાજપાના મીડિયા પ્રભારી પ્રશાંતવાલા, ડો. અનિલ પટેલે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરતા કોંગ્રેસ પર શંકા વ્યક્ત કરી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ચંપલ ફેંકનાર વ્યક્તિની પોલીસ શોધખોળ કરી રહી છે.

જ્યારે કોંગ્રેસે ભાજપા દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ડેપ્યૂટી સીએમની સાથે બનેલી ઘટના નીંદનીય છે, પરંતુ જ્યારે ગુજરાતમાં જ પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહ પર ચંપલ ફેંકવામાં આવ્યું અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પથ્થર ફેંકવામાં આવ્યું ત્યારે ભાજપ હસી રહી હતી.

નીતિન પટેલે સભાને સંબોધતા કહ્યું હતું કે નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતા. જેના કારણે આખી દુનિયાં ગુજરાત બદનામ થયું હતું. કમળ લોહીચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે.

 78 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર