ફિલ્મ “Chakdah Express” માં ઝૂલન ગોસ્વામીના પાત્રમાં જોવા મળશે આ અભિનેત્રી…

બેન્ડ બાઝા બારાત, સુલતાન અને છેલ્લે ” ઝીરો” ફિલ્મ કર્યા બાદ ઘણા સમય પછી આગામી ફિલ્મ ” Chakdah Express” થી વાપસી કરનાર અભિનેત્રી અનુષ્કા શર્મા હવે એક ક્રિકેટરના પાત્રમાં હવે ક્રિકેટના મેદાન માં જોવા મળશે.

હાલમાં ચાલી રહેલા ક્રિકેટરોની બાયોપિક બનાવના ટ્રેંડમાં બોલિવૂડમાં ઘણા સેલેબ્રીટી હાલ કોઈના કોઈ ક્રિકેટ ની ટિમ સાથે જોડાયેલા ક્રિકેટરોના પાત્રમાં જોવા મળી રહ્યા છે. જેમાં તાપસી પન્નુ પણ મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિકમાં કામ કરી રહી છે. મિતાલી રાજ પણ ઈન્ડિયન કેપ્ટન હતી.

આ અગાઉ મહેન્દ્ર સિંહ ધોનીની ‘એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, અઝહરૂદ્દીનની બાયોપિક ‘અઝહર’ બની હતી. ભારતે પહેલી જ વાર 1983માં ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો અને આના પરથી કબીર ખાન ફિલ્મ ‘83’ પણ આગામી સમય માં આવી રહી છે. જેમાં રણવીર સિંહ લીડ રોલમાં છે અને તે કપિલ દેવ બન્યો છે.જે 10 એપ્રિલે રિલીઝ થવાની છે.

હાલમાં ચાલી રહેલી “Chakdah Express” ફિલ્મ ને લઈને અનુષ્કા શર્માએ શનિવારે (11 જાન્યુઆરી) ઈડન ગાર્ડનમાં શૂટિંગ કર્યું હતું. અનુષ્કા ક્રિકેટ જર્સીમાં જોવા મળી હતી. તેની સાથે ઝૂલન ગોસ્વામી પણ હતી. અનુષ્કાની હેરસ્ટાઈલ ઝૂલન સાથે મળતી આવતી હતી. ઈડન ગાર્ડનમાં અનુષ્કા શર્માએ 10 ખેલાડીઓ સાથે શૂટિંગ કર્યું હતું.

શૂટિંગ રવિવારની (12 જાન્યુઆર) સવારના પાંચ વાગ્યા સુધી ચાલ્યું હતું. જોકે, અનુષ્કા ચાર વાગે જ મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી. હવે, અનુષ્કા 25 જાન્યુઆરીએ પ્રોમો વીડિયો શૂટ કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે.

ઝૂલણ ગોસ્વામી વિષે વધુમાં જાણવામાં આવે તો તે પશ્ચિમ બંગાળના નદિયા જીલ્લાના નાનકડાં ગામ ચકદાહમાં 25 નવેમ્બર, 1982માં ઝૂલનનો જન્મ થયો હતો. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી ઝૂલને 15 વર્ષની ઉંમરથી ક્રિકેટ શીખવાની શરૂઆત કરી હતી. ક્રિકેટ પહેલાં ઝૂલન ફૂટબોલની ચાહક હતી.ત્યારબાદ 1992માં ઝૂલને ક્રિકેટ વર્લ્ડ કપ ટીવી પર જોયો હતો. અને તે પછી 1997માં મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચ સ્ટેડિયમમાં જોઈ હતી.

ઝૂલનના માતાપિતા ઈચ્છતા હતા કે તે ક્રિકેટને બદલે ભણવામાં ધ્યાન આપે પરંતુ ઝૂલનને ક્રિકેટ પ્રત્યે લગાવ હતો. તેના હોમટાઉનમાં ક્રિકેટને લઈ કોઈ સગવડ નહોતી અને તેથી જ તે કોલકાતામાં ક્રિકેટની ટ્રેનિંગ લેતી હતી. આ સમય દરમિયાન તે ભણતી પણ હતી. ક્રિકેટ ઉપરાંત ઝૂલનને ફિલ્મો જોવાનો તથા પુષ્તક વાંચવાનો ઘણો જ શોખ છે.

વર્ષ 2018માં ઝૂલન આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં 300 વિકેટ લેનારી પ્રથમ મહિલા ખેલાડી બની હતી.જેને લઈને તેની બાયોપિક પણ બનાવામાં આવી રહી છે.

 3 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર