અદાણી ગ્રુપને દર મીનિટે થઇ રહ્યું છે સવા પાંચ કરોડનું નુક્સાન

14 જૂન પછી નેટવર્થમાં 17 અબજ ડોલરનો ઘટાડો

અદાણી ગ્રુપના શેરોમાં નરમાશ જોવા મળી રહી છે. 14 જૂન બાદ શેર પહેલાના સ્તરે પહોંચી શક્યા નથી. એવા અહેવાલો બહાર આવ્યા છે કે ગ્રૂપમાં ભારે રોકાણ કરનારા ત્રણ વિદેશી ભંડોળના ખાતાને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) દ્વારા ફ્રીજ કરી દેવામાં આવ્યા છે.

અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓમાંથી 3માં કડાકો જોવા મળ્યો. જેમાંથી ગૌતમ અદાણીને ખૂબ ભારે નુકસાન થયું. નેટવર્થ ઓછી થવાના કારણે તે અમીરોની યાદીમાં 15માં સ્થાનેથી ઘટીને 17માં સ્થાને આવી ગયા છે.

તો બીજી તરફ, અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીના દિવસો સારા નથી ચાલી રહ્યાં. તેની સંપત્તિમાં દરરોજ ઘટાડો આવી રહ્યો છે. તેની સંપત્તિ દર મિનિટે 5 કરોડ રૂપિયા ઘટી રહી છે, જેના કારણે ગૌતમ અદાણી પણ વિશ્વના 20 ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.

છેલ્લા ઘણા દિવસોથી અદાણી ગ્રૂપની 6 માંથી 3 કંપનીઓમાં સતત ઘટાડાને કારણે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ નોંધપાત્ર રીતે નીચે આવી છે. આજે પણ ગૌતમ અદાણીની કંપનીઓમાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત્ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના અહેવાલ મુજબ, અદાણીની કુલ સંપત્તિ 59.7 અબજ ડોલર પર આવી ગઈ છે, જે બે દિવસ પહેલા સુધીમાં 62.28 અબજ ડોલર હતી.

ગૌતમ અદાણીએ 14 જૂન પછીથી દર મીનિટે અદાણીએ સવા પાંચ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. વાસ્તવમાં ગૌતમ અદાણીની જૂનમાં સંપત્તિ 77 અરબ ડોલર પર પહોંચી ગઈ હતી. તે પછી તેમાં સતત ઘટાડો આવી રહ્યો છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર બુધવારે ગૌતમ અદાણીની સંપત્તિ 59.7 બિલિયન ડોલર પર આવી ગઈ છે. 17 જૂન પછી તેમની સંપત્તિ 17.3 અરબ ડોલર એટલે 1,28,720 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. એટલે તે પછી તેમને દર મીનિટે સવા પાંચ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

કેલેન્ડર વર્ષ 2021માં પણ કોરોના મહામારીનો ઓછાયો રહ્યો છે અને પ્રવર્તમાન આર્થિક અનિશ્ચિતા વચ્ચે પણ ધનિકોની સંપત્તિમાં જંગી વધારો થતા નેટવર્થ રેકોર્ડ લેવલે પહોંચી ગઇ છે. આ દરમિયાન ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર આવી છતાં લગભગ ડઝન ધનિકો ભારતીયોની સંપત્તિમાં જબરદસ્ત વૃદ્ધિ થઇ છે.

બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના આંકડા મુજબ ચાલુ કેલેન્ડર વર્ષ 2021ના પ્રથમ છ મહિના દરમિયાન મુકેશ અંબાણી, ગૌત્તમ અદાણી સહિત લગભગ અડધા ડઝન ધનિક ભારતીયોની સંપત્તિમાં 44.75 અબજ ડોલરનો વધારો થયો છે. માત્ર બે ધનિકોની સંપત્તિ ઘટી છે. બ્લૂમબર્ગના આંકડા મુજબ આ બે ભારતીય ધનિકોની સંપત્તિમાં લગભગ 4 અબજ ડોલરનું ધોવાણ થયુ છે

 66 ,  1