રાજધાનીમાં આંદોલન બન્યું હિંસક, ખેડૂતો અને જવાનો આમને-સામને

દિલ્હીમાં ખેડૂતોની રેલી તોફાની બની, સુરક્ષાકર્મીઓ પર થયો પથ્થરમારો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સરહદે આવેલા સિંઘુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના કેટલાક સમૂહ મંગળવારે પોલીસના બેરિકેડ્સને તોડીને દિલ્હીમાં પ્રવેશી ગયા. ખેડૂતોની ટ્રેકટર પરેડમાં માહોલ હવે હિંસક થતો દેખાઇ રહ્યો છે. અક્ષરધામની નજીક ગાજીપુર બોર્ડ પર સ્થિતિ ખૂબ જ બગડી ગઇ છે. અહીં પ્રદર્શનકારી ખેડૂતોએ દિલ્હી પોલીસના જવાનોની ઉપર પહેલાં ટ્રેકટર ચઢાવાની કોશિષ કરી. પછી એક નિહંગ સાધુએ તલવાર લઇ પોલીસકર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આસપાસ હાજર ખેડૂતોને તેમને રોકયા. ઘટનાના ફૂટેજ જોવાથી ખબર પડી કે ત્યાં પર સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની ગઇ છે.

અહીં અનેક દિવસોથી કેન્દ્રના ત્રણ નવા કાયદાઓની વિરુદ્ધ ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર સુરક્ષાકર્મીઓએ ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડને ખતમ થયા બાદ તેમને દિલ્હીમાં ટ્રેક્ટર પરેડની મંજૂરી આપવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, પરંતુ ખેડુતોના કેટલાક સમૂહ માન્યા નહીં અને પોલીસના બેરિકે્ડસ તોડીને આઉટર રિંગ રોડ તરફ આગળ વધવા લાગ્યા.

ખેડૂતો પર લાઠીચાર્જ

પોલીસ અધિકારીઓએ ખુબ સમજાવ્યા છતાં ખેડૂતો માન્યા નહીં અને ખેડૂતોની ભીડમાં કેટલાક લોકો જબરદસ્તી કરવા લાગ્યા. ત્યારબાદ ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. આ બધા વચ્ચે ખેડૂતોએ પોલીસની બેરિકેડિંગ તોડીને આઉટર રિંગ રોડ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધુ. દિલ્હી  પોલીસે  ખેડૂતોને ખુબ સમજાવ્યા હતા કે ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર પરેડ બાદ ખેડૂતોને ટ્રેક્ટર રેલીની મંજૂરી અપાઈ છે. 

 41 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર