કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ સ્થળ પરથી એરફોર્સને મળ્યું બ્લેક બોક્સ

હવે અકસ્માતનું સાચું કારણ બહાર આવશે, જાણો શું હોય છે બ્લેક બોક્સ

તમિલનાડુના કુન્નુરમાં એરફોર્સ હેલિકોપ્ટર Mi-17ના ક્રેશ થયા બાદ આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે અંગે અનેક સવાલો સર્જાઈ રહ્યા છે. પરંતુ, હવે આ અકસ્માતનું કારણ સામે આવી શકે છે કેમ કે, સ્થળ પરથી બ્લોક બોક્સ મળી આવ્યું છે. દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હતા. તેના પર કુલ 14 લોકો સવાર હતા.

જ્યારે પણ પ્લેન ક્રેશ થશે ત્યારે તમારા મગજમાં એક વાત આવશે કે તપાસ એજન્સીઓ તેનું બ્લેક બોક્સ કેમ શોધવાની કોશિશ કરી રહી છે. આખરે એમાં એવું તો શું થાય છે જે અકસ્માતનું દરેક રહસ્ય ખોલે છે. વાસ્તવમાં દુર્ઘટનાના કારણો જાણવા માટે વિમાનમાં બ્લેક બોક્સ લગાવવામાં આવ્યું હોય છે. એરક્રાફ્ટ બ્લેક બોક્સ અથવા ફ્લાઇટ ડેટા રેકોર્ડર, જેમાં ફ્લાઇટ દરમિયાન એરક્રાફ્ટ-સંબંધિત તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેમ કે એરક્રાફ્ટની દિશા, ઉંચાઇ, ઇંધણ, ઝડપ, ટર્બ્યુલન્સ, કેબિન તાપમાન, વગેરે. ડેટાના પ્રકારો વિશે 25 કલાકથી વધુ રેકોર્ડ કરેલી માહિતી એકત્રિત કરે છે.

બ્લેક બોક્સ શું છે?

‘બ્લેક બોક્સ’ દરેક વિમાનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. બ્લેક બોક્સ તમામ વિમાનોમાં રહે છે પછી ભલે તે પેસેન્જર પ્લેન હોય, કાર્ગો હોય કે ફાઈટર હોય. એરક્રાફ્ટમાં ઉડાન દરમિયાન એરક્રાફ્ટ સંબંધિત તમામ પ્રકારની પ્રવૃત્તિઓને રેકોર્ડ કરવા માટેનું એક સાધન છે. તેને અથવા ફ્લાઇટ ડેટા રેકોર્ડર પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ બોક્સને એરક્રાફ્ટના પાછળના ભાગમાં સુરક્ષા માટે રાખવામાં આવે છે. બ્લેક બોક્સ ટાઇટેનિયમથી બનેલું છે, જે ખૂબ જ મજબૂત ધાતુ ગણાય છે અને તેને ટાઇટેનિયમના બનેલા બોક્સમાં સીલ કરવામાં આવે છે જેથી કરીને ઊંચાઇએથી જમીન પર પડવાની કે દરિયાના પાણીમાં પડવાની સ્થિતિમાં તેને ઓછામાં ઓછું નુકસાન થઈ શકે.

વાસ્તવમાં ‘બ્લેક બોક્સ’માં બે અલગ અલગ પ્રકારના બોક્સ હોય છે

ફ્લાઇટ ડેટા રેકોર્ડર: એરક્રાફ્ટની દિશા, ઊંચાઈ, બળતણ, ઝડપ, અશાંતિ, કેબિન તાપમાન વગેરે સહિત 88 પ્રકારના ડેટા વિશે 25 કલાકથી વધુની રેકોર્ડ કરેલી માહિતીનો સંગ્રહ કરે છે. આ બોક્સ એક કલાક માટે 11000°C તાપમાન સહન કરી શકે છે જ્યારે તે 10 કલાક માટે 260°C તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ બંને બોક્સનો રંગ કાળો નહીં પરંતુ લાલ કે ગુલાબી છે જેથી તે સરળતાથી મળી શકે.

કોકપિટ વોઈસ રેકોર્ડરઃ આ બોક્સ એરક્રાફ્ટમાં છેલ્લા 2 કલાક દરમિયાન એરક્રાફ્ટનો અવાજ રેકોર્ડ કરે છે. તે એન્જિન સાઉન્ડ, ઈમરજન્સી એલાર્મ સાઉન્ડ, કેબિન સાઉન્ડ અને કોકપિટ સાઉન્ડ રેકોર્ડ કરે છે; જેથી એ જાણી શકાય કે દુર્ઘટના પહેલા વિમાનનું વાતાવરણ કેવું હતું.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી