September 22, 2020
September 22, 2020

બનાસકાંઠા : અંબાજી મંદિર આ તારીખથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે

અંબાજીનું મંદિર 4ના બદલે હવે 2 સપ્ટેમ્બર સુધી જ બંધ રહેશે

દર વખતે ભાદરવી પૂનમના મહામેળા માટે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટી પડતા હોય છે. જોકે, ‘અનલોક-3’ની ગાઇડલાઇન પ્રમાણે 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ઈતિહાસમાં પ્રથમવાર યોજાશે નહીં. પ્રવર્તમાન સંજોગોને પગલે અંબાજી મંદિરની સાથે પગપાળા સંઘો-સેવા કેમ્પો-શોભા યાત્રા સહિતની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બનાસકાંઠા કલેક્ટર દ્વારા અંબાજી મંદિર બાબતે જાહેરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ રહેવાનું હતું. જો કે તેને બદલે હવે મંદિર 2 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. 3 તારીખથી અંબાજી મંદિર , શ્રધ્ધાળુઓ માટે રાબેતા મુજબ ખોલવામાં આવશે.

મહત્વનું છે કે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરે જાહેરનામામાં ફેરફાર કર્યો છે. અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ શરૂ થયો છે. જેનું જીવંત પ્રસારણ અંબાજી મંદિરની વેબસાઈટ તેમજ યુ ટ્યુબ સહિતના સોશિયલ મીડીયા પર નિહાળી શકાશે.

 97 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર