પશુ કાપતા હતા અને પોલીસની રેડ પડતા કસાઇઓ ભાગ્યા…

ગેરકાયદે કતલખાના પર પોલીસની રેડ, 500 કિલો માંસનો જથ્થો કર્યો જપ્ત

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક ગોડાઉનમાં કસાઇઓ પશુ કાપી રહ્યાં હતાં. ત્યારે જ પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. જો કે, પોલીસ ત્યાં પહોંચી ત્યારે પહેલાંથી જ એક યુવક બહાર ઉભો હતો. તેણે ભાગો ભાગોની બુમો પાડતા બીજા ત્રણ કસાઇઓ તકનો લાભ લઇ પલાયન થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી 500 કિલો માંસનો જથ્થો જપ્ત કરી પલાયન થયેલા કસાઇઓની શોધખોળ હાથ ધરી છે.

શહેરના દાણીલીમડા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કાનજીભાઇ અમીભાઇ અને તેમના સાથી કર્મચારીઓ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે સાંજે છ વાગ્યે ઢોરબજાર પાસે પહોંચતા બાતમી મળી હતી કે, કેટલાક લોકો બહેરામપુરા વિસ્તારમાં આવેલ દાસ્તાન પેક્ટરીની પાછળના ભાગે પશુનું ગેરકાયદે રીતે કટિંગ કરી રહ્યાં છે. ત્યારબાદ પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી જગ્યાએ રેડ કરવા પહોંચ્યા હતા.

પોલીસ પહોંચતા જ બહા ઉભેલો એક યુવક ભાગો ભાગોની બુમો પાડતા ત્યાંથી દોડ્યો હતો. ત્યારે ગોડાઉનમાંથી બીજા બે વ્યક્તિઓ પણ બહાર નિકળ્યા હતા અને પોલીસને જોઇ ભાગવા લાગ્યા હતા. જેથી પોલીસે તેમનો પીછો કર્યો હતો. જો કે, ગલીઓમાં અંધારાનો લાભ લઇ તેઓ પલાયન થઇ ગયા હતા. જેથી પોલીસે જગ્યાથી યુવકો ભાગ્યા ત્યાં જઇ તપાસ શરૂ કરી હતી.

ત્યારે ગોડાઉનમાં કપાયેલા અને અડધા કપાયેલા પશુના માંસના ટુકડા મળ્યા હતા. જ્યારે 3 ધડથી અલગ માથા પણ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે વજન કરતા ત્યાંથી 500 કિલો માંસ મળી આવ્યું હતું. ઉપરાંત પશુ કાપવા માટેના વિવિધ સાધનો પણ મળી આવ્યા હતા. પોલીસે ત્યાંથી માંસ જપ્તકરી ફરાર ત્રણ માણસોની શોધખોળ હાથ ધરી છે.

તસવીર પ્રતિકાત્મક

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર