ટીમ ઈન્ડિયા પાકિસ્તાન વિરુદ્ધ ન રમી તો ICC ભારત પર પ્રતિબંધ મૂકી શકે છે

મોદીના વિરોધી આ મુસ્લિમ નેતાએ ભારત-પાકિસ્તાન ટી-20 રદ્દ કરવાની માંગ કરી

ટી20 વર્લ્ડકપમાં ભારત તેના અભિયાનની શરૂઆત કટ્ટર હરિફ પાકિસ્તાન સામે મેચ રમીને કરશે. 24 ઓક્ટોબરે રમાનારા મુકાબલાની અત્યારથી ક્રિકેટપ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે AIMIMના નેતા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ T-20 વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો વિરોધ કરતા કહ્યું કે એક તરફ જમ્મુ -કાશ્મીરમાં 9 સૈનિકો શહીદ થયા અને બીજી બાજુ મોદી સરકાર 24 ઓક્ટોબરે ક્રિકેટ મેચ રમાડી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જૂના નિવેદનોનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યું હતું કે ‘શું મોદીજીએ નથી કહ્યું કે સેના મરી રહી છે અને મનમોહન સિંહની સરકાર બિરયાની ખવડાવે છે. હવે 9 સૈનિકો મરી ગયા અને તમે ટી 20 રમશો? પાકિસ્તાન કાશ્મીરમાં ભારતીયોના જીવ સાથે ટી 20 રમી રહ્યું છે. નોંધનીય છે કે, આ દરમિયાન કાશ્મીરમાં થઈ રહેલી આતંકી પ્રવૃત્તિના કારણે ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થવાની વાત વાયુવેગે પ્રસરી રહી છે. મોદી સરકારના દિગ્ગજ મંત્રી ગિરિરાજ સિંહ, બિહારની ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદ બાદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મેચનો વિરોધ કર્યો છે.

બીજી બીજુ જો જો આતંકી ઘટનાઓના કારણે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવાની મનાઈ કરે તો તેનું બહુ મોટું નુકસાન ભારતને જ વેઠવુ પડે તેમ છે. પાકિસ્તાનને મેચ રમ્યા વગર 2 અંક મળી જશે, જ્યારે ભારતને એક પણ અંક આપવામાં નહી આવે. તેનાથી પાકિસ્તાનના સેમિફાઈનલમાં પહોંચવાના ચાન્સીસ વધી જશે અને ભારત માટે સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની રહેશે.

નોંધનીય છે કે, આતંકવાદીઓ બિન-સ્થાનિકોને ટાર્ગેટ કરીને તેમને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. જોકે સેનાના જવાન પણ તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. તેવામાં લોકો માગ કરી રહ્યા છે કે જ્યા સુધી પાકિસ્તાન ન સુધરે ત્યા સુધી ઈન્ડિયા-પાકિસ્તાન મેચ ન રમાય અને ટી-20 વર્લ્ડકપ મેચને પણ રદ કરવામાં આવે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી