September 27, 2020
September 27, 2020

સુપ્રીમનો આદેશ : અંતિમ વર્ષની પરીક્ષાઓ યોજાશે, UGCના નિર્ણયને કોર્ટે યોગ્ય ગણાવ્યો

30 સપ્ટેમ્બર સુધી પરીક્ષા કરાવવાના UGCના સર્ક્યુલરને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો

દેશભરમાં કોલેજોમાં અંતિમ પરીક્ષાને લઇ સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, પરીક્ષા વગર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પ્રમોટ નહીં થાય. કોર્ટે કહ્યું, રાજ્યોએ પોતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને UGC સાથે ડેડલાઇન નક્કી કરવી જઇએ. જણાવી દઇએ, દિલ્હી સહિત કેટલાક રાજ્યોએ પરીક્ષા રદ કરી હતી જે અંગે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જણાવ્યું હતું આ પ્રકારના નિર્ણય લેવાથી ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા પર અસર પહોંચશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફાઇનલ યરની પરીક્ષા લેવાશે. સાથો સાથ 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષા કરાવાના UGCના સર્કુલરને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યો. રાજ્ય સરકારો કોરોના સંકટ કાળમાં પરીક્ષા ના કરાવાનો નિર્ણય લઇ શકે નહીં.

ફાઈનલ યરની પરીક્ષાઓને લઈને ચાલી રહેલી દુવિધા હવે ખતમ થઈ છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે આજે ચુકાદો આપતા કહ્યું કે દેશભરમાં પાઠ્યક્રમોની છેલ્લા વર્ષની પરીક્ષાઓ યુજીસીના આદેશ મુજબ સંપન્ન કરવામાં આવશે. જો કે દેશના તમામ વિદ્યાર્થીઓ પોતાના છેલ્લા વર્ષની પરીક્ષાઓને લઈને ખુબ અસમંજસની સ્થિતિમા છે. યુજીસીએ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 30 સપ્ટેમ્બર સુધીમાં ફાઈનલ યરની પરીક્ષાઓ અનિવાર્ય રીતે પૂરી કરાવવાના આદેશ આપ્યા છે. જો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આવનારા રાજ્યોને કોરોના વાયરસના વધતા પ્રકોપના પગલે છૂટ આપવા પણ કોર્ટે જણાવ્યું છે.

દેશમાં હાલ પરીક્ષાઓને લઈને વિરોધની લહેર જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓથી લઈને તેમના વાલીઓ અને શિક્ષકો સુદ્ધાને યુજીસીનો આ આદેશ મંજૂર નથી. તમામ ઈચ્છતા હતાં કે મહામારીના આ સમયમાં પરીક્ષાઓ યોજવાનો નિર્ણય યોગ્ય છે કે નહીં. અનેક નેતાઓ પણ આ આદેશનો વિરોધ  કરી રહ્યાં છે. 

 17 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર