કાશ્મીરમાં વીણી-વીણીને કરાઇ રહ્યો છે આતંકીઓનો ખાતમો..

સેના ખીણમાં ચલાવી રહી છે મોટું અભિયાન

જમ્મુ-કાશ્મીરના શોપિયાંના દ્રગાડ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ, સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધતાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું અને તેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેની ઓળખણ હજી સુધી થઈ નથી. પોલીસ કોશિશ કરી રહી છે. આંતકવાદીની ઓળખાણ કરી પૂરા નેટવર્કની માહિતી મેળવવા અને તેને જાહેર કરવાનો પ્રયાસ કરી રહી છે.

અત્રે જણાવવાનું કે સુરક્ષાદળોને સ્પેશિયલ ઈનપુટ મળ્યું હતું કે શોપિયાના ડ્રાગડ ગામમાં આતંકીઓ છૂપાયેલા છે. ત્યારબાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું. અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓમાંથી એકની ઓળખ આદિલ આહ વાની તરીકે થઈ છે. આ આતંકી જુલાઈ 2020થી સક્રિય હતો. આઈજીપીના જણાવ્યાં મુજબ આતંકી યુપીના મજૂર સગીર અહેમદની હત્યામાં સામેલ હતો. 

સુરક્ષા દળોને આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.

સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આતંકવાદીઓ વિશે માહિતી મળ્યા બાદ પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓને હથિયારો મૂકવા કહ્યું હતું. પરંતુ તેમની બાજુથી હથિયારો નાખવાને બદલે ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું.

ઉલ્લખનીય છે કે, તાજેતરમાં આંતકવાદીઓ દ્વારા નાગરિકો અને સૈનિકોને નિશાન બનાવવાની ઘટનાઓમાં વાધરો થાય છે. અત્યાર સુધીમાં તેમાં એક સૈનિક શહીદ થયો છે. જેની સેના ખીણમાં મોટું અભિયાન ચલાવી રહી છે.  

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી