અમદાવાદમાં ઘરમાં ઘૂસી યુવતીઓની છેડતી કરનારા નરાધમ આરોપીને પોલીસે દબોચી લીધો છે. ભાવિન શાહ નામનો યુવક એક ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ફૂડ ડિલિવરી બોય હોવાથી તેને તમામ માહિતી હોવાથી ત્યાં ગયો હતો.
અમદાવાદમાં બનેલા આ છેડતી કિસ્સા બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ છેતડી કરનાર નરાધમની ધરકપકડ કરી લીધી છે.
સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે, શખ્સ PGમાં ઘૂસીને યુવતીના શરીરના છાતીના ભાગે હાથ ફેરવીને તેની સામે જ માસ્ટરબેટ કરતો જોવા મળ્યો છે. આ બધું કર્યા બાદ આ શખ્સ આરામથી બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે.
14 જૂને રાત્રે એક શખ્સ PGમાં ધાબા પરથી ઘરમાં ઘૂસતો જોવા મળ્યો છે. પીળા કલરની ટી-શર્ટ અને જીન્સ પહેરેલો આ શખ્સ ત્રીજા માળ પર પહોંચીને ઘરમાં અંદર ઘૂસે છે તેણે ચેક કર્યું કે, કોઈ તેને જોઈ રહ્યું તો નથી ને, ત્યાર બાદ તે શખ્સ સોફા પર ઊંઘી રહેલી યુવતીને વાંધાજનક અડપલા કરવાના શરૂ કરી દીધાં હતાં.
46 , 1