ઓડિટ કંપનીએ જ રિલાયન્સના એકાઉન્ટમાં કથિત ગરબડો શોધી…!

જાણીતી ઓડિટ કંપની  પ્રાઇસ વોટરહાઉસ એન્ડ કંપનીએ કેન્દ્રના કંપની બાબતોના મંત્રાલયને અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના એકાઉન્ટમાં કથિત ગેરરીતિઓની જાણકારી આપી છે. આ બંને કંપનીઓ અને અન્ય ગ્રુપ કંપનીઓ વચ્ચેના ટ્રાન્ઝેક્શનમાં ફંડ ડાયવર્ઝનની કથિત રૂપે માહિતી પ્રાપ્ત થઇ છે. પીડબલ્યુસીએ મંત્રાલયને જાણ કરી છે કે જૂન 2019 માં જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં તે આ કંપનીઓની ઓડિટ કરી રહી હતી, ત્યારે તેને આ કૌભાંડ સમજાયું હતુ. સુત્રોએ જણાવ્યું છે કે આ માટે જ પીડબલ્યુસીએ આ બંને કંપનીઓનું ઓડિટ કામ છોડી દીધી અને તેમણે આ કારણે જ કોર્પોરેટ બાબતોના મંત્રાલયને જણાવ્યું હતું. એક અંગ્રેજી અખબાર દ્વારા આ ચોંકાવનારી વિગતો જાહેર કરવામાં આવી છે.

આ બાબતી માહિતગાર  નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ઓડિટરે થોડા મહિના પહેલા કંપની સામે આ કેસ ઉઠાવ્યો હતો અને પછી બંને પક્ષો વચ્ચે ચર્ચા થઈ હતી. પીડબલ્યુસીને કેટલાક સંબંધિત પક્ષના વ્યવહારો પર કથિત રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેના પર રિલાયન્સ કેપિટલ તેને મેનેજમેન્ટ લેટર રજૂ કરવા તૈયાર હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ઓડિટર જૂથ કંપનીઓ વચ્ચેના કેટલાક વ્યવહારો અંગેના ચિત્રને સાફ કરવાની માંગ કરી રહી હતી.”

અનિલ અંબાણીની કંપનીએ બુધવાર સવારે સ્ટોક એક્સચેન્જમાં પીડબ્લ્યુસીના રાજીનામા વિશે માહિતી આપી હતી. રિલાયન્સ કેપિટલએ જણાવ્યું હતું કે ઓડિટરે રાજીનામાના કારણોમાં કેટલાક ‘નિરીક્ષણો અને વ્યવહારો’ પર સંતોષજનક જવાબ ન આપવાનું જણાવ્યું છે. રિલાયન્સ કેપિટલ કહે છે કે પીડબલ્યુસીએ રાજીનામા આપવાના જે કારણો જણાવ્યા છે તેનાથી તે અસંમત છે. તેમણે જણાવ્યું હતું કે કંપનીએ ઓડિટરની પૂછપરછની વિગતો પૂરી પાડી હતી, કંપનીએ તેમને તે સંપૂર્ણપણે પણ આપી હતી.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી