ઓસ્ટ્રેલિયન બેટરે એક જ ઓવરમાં રેકોર્ડ બ્રેક 8 સિક્સ ફટકારી!

જાણો કોણ છે આ ધુરંધર ખેલાડી..?

જો તમને પૂછવામા આવે કે, એક ઓવરમાં બેટ્સમેન કેટલા રન બનાવી શકે? તો તમે કહેશો કે 1 ઓવરમાં 6 બોલ હોય છે એટલે જો કોઈ બેટ્સમેન આ બધા જ બોલમાં સિક્સર ફટકારે તો 36 જેટલા રન થઈ શકે પરંતુ, આજે અમે તમને ક્રિકેટજગતના એક એવા ધુરંધર બેટ્સમેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેણે આ ગણતરીને ખોટી સાબિત કરી બતાવી છે. આ બેટ્સમેને જ્યારે આ ગણતરીને ખોટી સાબિત કરી બતાવી હતી ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને ચાહકો તો મોઢામા આંગળી નાખી ગયા હતા. ચાલો જાણીએ શું છે આખી ઘટના?

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સેમ હેરિસને સોરેંટો ડનક્રેગ સિનિયર ક્લબ તરફથી રમી રહ્યા હતા ત્યારે તેમણે નાથન બેનેટની એક જ ઓવરમાં અર્ધસદી ફટકારી દીધી હતી. બેનેટે એક ઓવરમાં 8 બોલ ફેંક્યા હતા, જેમાં 2 નોબોલ નો બોલનો સમાવેશ થાય છે. આ ઘટના ૩૯ મી ઓવર દરમિયાન બની હતી. ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેને 39મી ઓવરમાં અડધી સદી ફટકારી દીધી હતી અને 40મી ઓવરમાં તેણે પોતાની સદી પુરી કરી લીધી હતી. જ્યારે ઈનિંગની છેલ્લી ઓવર રમાઈ રહી હતી ત્યારે સેમ ૮૦ રને હતો જેમાં તેણે તોફાની રીતે ૨૨ રન બનાવ્યા હતા. સોરેન્ટો ડનક્રેગે 40 ઓવરમાં 276 રન ફટકાર્યા હતા, જેમાં સેમની શાનદાર સદીનો પણ સમાવેશ થાય છે.

યુવરાજના નામે એક ઓવરમાં છ સિક્સનો રેકોર્ડ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ ખેલાડીઓ અત્યાર સુધીમાં એક ઓવરમાં સૌથી વધુ 6 ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. યુવરાજ સિંહે ટી-20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. આ ઘટના બાદ તે રાતોરાત હીરો બની ગયો હતો. સાઉથ આફ્રિકાના હર્શેલ ગિબ્સે પણ ૨૦૦૭ માં નેધરલેન્ડ્સ સામે એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. આ સિવાય કિરોન પોલાર્ડે પણ શ્રીલંકા સામે એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી