ઓસ્ટ્રેલિયા, ધિક્કાર છે તને અને તારા ડોલરિયા નોટ પર..!!

ઓસ્ટ્રેલિયાની નફ્ફટાઇ તો જુઓ, એક 6 વર્ષનો બિમાર બાળક બોજ લાગ્યો…

ગુજરાતે ધૈર્યરાજ માટે 10 કરોડ ભેગા કર્યા અને એક આખો દેશ ઓસ્ટ્રેલિયા..?

વરૂણ, તારા બિમાર બાળકને લઇને ભારત આવી જા, ભારત કરશે સારવાર..

ઓસ્ટ્રેલિયા.તારા આખા દેશને પાળવાની તાકાત ભારતના બાવડામાં છે..

દોડી દોડીને વિદેશ જતાં લોકો સાવધાન…આવુ પણ બની શકે તમારી સાથે..

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

વિશ્વની વસ્તીની નોંધ રાખનાર સંસ્થા અનુસાર 23 માર્ચ 2021ના રોજ ઓસ્ટ્રેલિયાની વસ્તી 2,57,13,112 હતી. 2025માં વસ્તી વધીને 2.68 કરોડ ને 2030માં વધીને 2.81 કરોડ થવાનો અંદાજ છે. પણ આ વસ્તી વધારામાં મૂળ ભારતીય વરૂણ કાત્યાલના 6 વર્ષના પુત્રનો કદાજ સમાવેશ નહીં થાય, સિવાય કે વિશ્વભરમાંથી ઓસ્ટ્રેલિયા દેશના શાસકો પર દબાણ આવે તો….!! ઓસ્ટ્રેલિયાના સત્તાધીશોએ હમણાં જ ગૂગલ અને ફેસબુક સામે લડત આપીને આ સંસ્થાઓ ઓસ્ટ્રેલિયામાં જે સમાચારો-તસ્વીરોનો ઉપયોગ કરે છે તેનું વળતર આપવા ફરજ પાડી અને તેમાંથી પ્રેરણા લઇને ભારતમાં પણ મિડિયાએ ચળવળ શરૂ કરી કે ગૂગલ અને ફેસબુકે ભારતના મિડિયાને પણ કંઇક વળતર આપવુ જોઇએ. પરંતુ ઓસ્ટ્રેલિયાના શાસકો આટલા બધા ક્રૂર અને ઘાતકી તથા અમાનવીય હશે તેની ખબર ભારતને નહોતી….

ભારતમાંથી ઘણાં લોકો બે પાંદડે થવા અમેરિકા દોડે છે. અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયા પણ જાય છે. દેશ મોટો અને વસતી ભારત કરતાં સાવ ઓછી. ભારતની વસ્તી 130 કરોડ અને ઓસ્ટ્રેલિયાની વસ્તી 3 કરોડ પણ નથી. ઓછી વસ્તી અને વધુ આવકને કારણે ભારતીય યુવાન વરૂણ કાત્યાલ પણ બીજા ભારતીય યુવાનોની જેમ હોંશે હોંશે ઓસ્ટ્રેલિયા ગયો. એક બાળકનો ત્યાં જન્મ થયો અને કમનશીબે તેના બાળકને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ થઇ ગયો. બાળકની ઉંમર 6 વર્ષની છે અને ત્યાં જ જન્મ થયો હોવાથી કુદરતી ન્યાયાના સિંધ્ધાંત અને આંતરરાષ્ટ્રીય પ્રથા અનુસાર પણ તેના પુત્રને ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મળવાપાત્ર. પરંતુ એલિઝાબેથ-2 મહારાનીની પૂજા કરનાર ઓસ્ટ્રેલિયાની સરકારે વરૂણને પોતાના દેશનું નાગરિકત્વ આપવાનો એટલા માટે ઇન્કાર કર્યો કે જો વરૂણને ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ આપીએ તો તેના પુત્રને પણ આપમેળે નાગરિકત્વ મળી જાય અને તેના બાળકની સારવાર સરકારે કરવી પડે…! બોલો, છે ને. આવો દેશ..તેની માનસિક્તા તો જુઓ..

દોડી દોડીને ડોલર કમાવવાની લ્હાયમાં ઓસ્ટ્રેલિયા અને વિદેશ જનારાઓ માટે આ કિસ્સો બોધપાઠરૂપ બની રહેવો જોઇએ. ઓસ્ટ્રેલિયામાં તમામ નાગરિકોની સારવાર મફત છે. એટલે જો વરૂણ ત્યાંનો નાગરિક બને તો તેના પુત્રની સારવારનો ખર્ચ સરકાર અને પરોક્ષ રીતે ત્યાંના લોકો પર કરવેરારૂપે આવે. એટલે જગતભરમાં સૂફિયાણી અને ડાહી ડાહી તથા પધારો મ્હારે દેશ….ના ગુણગાન ગાનાર દેશ ઓસ્ટ્રેલિયાનો અમાનીય ચહેરો ખુલ્લો પડી ગયો. કેવી રીતે…?

ઓસ્ટ્રેલિયાએ વરૂણને કહ્યું કે તેના પુત્રની 10 વર્ષની સારવાર માટે તું 6 કરોડની બચત બતાવ તો જ તને નાગરિકત્વ મળે…!! ક્રિકેટમાં સીડની અને પર્થની પીચ પર ઓસ્ટ્રેલિયા ભારતની સામે ભલે જીત્યુ હોય પણ એક 6 વર્ષના બાળકની સારવારનો ખર્ચ ઉઠાવવાનો ઇન્કાર કરીને ઓસ્ટ્રેલિયાની, માત્ર ભારતની સામે જ નહીં પરંતુ સમગ્ર માનવજાતની સામે કારમી હાર થઇ ગઇ છે..!! એક નિર્દોષ બાળકની સારવારનો માત્ર 6 કરોડનો ખર્ચ એક આખો દેશ ના ઉઠાવી શકે…? ગુજરાતમાં ધૈર્યરાજ નામના બાળકને વિચિત્ર બિમારીના સારવાર માટે 20 કરોડની જરૂર પડી તો એક ટહેલ નાંખવામાં આવી અને 10 કરોડ તો રમતા રમતા એકત્ર થઇ ગયા. ગુજરાત સરકારે પણ 10 લાખ આપ્યા. ભારત તો ગરીબ દેશ છે. છતાં જો માનવતા ખાતર આટલુ કરી શકે તો ધનિક દેશ ઓસ્ટ્રેલિયા ભારતના એક બાળકની સારવારનો ખર્ચ ના ઉપાડી શકે..?

ઓસ્ટ્રેલિયાના નાગરિકો પર એક એક ડોલરનો બોજ આવે તો પણ 3 કરોડ ડોલર ભેગા થઇ જાય. ઓસ્ટ્રેલિયાના એક ડોલરની કિંમત 55 રૂપિયા છે. એટલે અંદાજે 15 કરોડ રૂપિયા ભેગા થાય. જરૂર છે માત્ર 6 કરોડ રૂપિયાની, ડોલરની પણ નહીં. ગૂગલ અને ફેસબુકના હાથ મરોડનાર હે ઓસ્ટ્રેલિયા, તારાથી એક નિર્દોષ બાળક કે જેને ગંભીર બિમારી લાગૂ પડી ગઇ તેની સારવાર માટે આવી ક્રૂરતા બતાવવી..? સાવ હાથ અધ્ધર કરી દેવાના..? ઓસ્ટ્રેલિયાએ સારવાર કરવાની ના પાડી ત્યારે બાળકના પિતા વરૂણે એમ કહ્યું કે હું ખર્ચ કરીશ ત્યારે ત્યાંની સરકારે નફ્ફટતાથી વરૂણને કહ્યું કે 6 કરોડની બચત બતાવ તો જ નાગરિકત્વ મળશે, નહીંતર ભારત ભેગા…!!

આ સમગ્ર કિસ્સો ત્યાના મિડિયામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય માનવ સંસ્થાઓ વરૂણની વ્હારે આવી છે. ભારત સરકારે પણ તેમાં દરમિયાનગીરી કરીને ઓસ્ટ્રેલિયા પર દબાણ લાવવુ જોઇએ. ઓસ્ટ્રેલિયાના શાસકોને શરમ આવવી જોઇએ. ભારતે 70 દેશોને મફતમાં કોરોનાની રસીના ડોઝ આપ્યા. ઓસ્ટ્રેલિયાને પણ આપ્યા હશે. અને બદલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતના જ એક બાળકની સારવાર કરવાનો ઇન્કાર કરીને ઓસ્ટ્રેલિયા દેશ છોડીને પોતાના દેશ ભારત જવા ફરમાન બહાર પાડ્યું છે..! વાહ રે ઓસ્ટ્રેલિયા વાહ…અચ્છા સિલા દિયા તુને મેરી રસી કા…!!

ભારત વસુધૈવ કુટુમ્બકમમાં માને છે. સમગ્ર વિશ્વ મારો પરિવાર છે અને વિશ્વના પરિવારરૂપી એક દેશ ઓસ્ટ્રેલિયાએ ભારતના બિમાર બાળકની સારવારનો બોજ ઉપાડવાનો સાવ નફ્ફટાઇથી ઇન્કાર કરી નાંખ્યો. ભાઇ વરૂણ, તારા બાળકને લઇને ભારત આવી જા. માનવીય અભિમગમ ધરાવનાર એવા દિલદાર આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારા બાળકની સારવારનો બધો જ ખર્ચ ઉપાડી લેશે. કહતે હૈ ન..અપને તો અપને હોતે હૈ…!.

ભારત છોડીને અમેરિકા- ઓસ્ટ્રેલિયા કમાવવા માટે દોડી જતાં લોકો માટે આ કિસ્સો આંખ ઉઘાડનારો બની રહેવો જોઇએ. ઓસ્ટ્રેલિયા કાંઇ ભારતની જેમ ગરીબ નથી. અને ધારો કે ત્યાંના કોઇ મૂળ નાગરિકના ઘરે સેરેબ્રલ પાલ્સી નામનો રોગગ્રસ્ત બાળક જનમ્યો હોત તો….? ઓસ્ટ્રેલિયાની સરકાર શું કરત…? તેને દરિયામાં ફેંકી દેવાનું ફરમાન બહાર પાડત..?! વાત કરે છે…? આપણાં વિદેશમંત્રી એસ. જયશંકર કૂટનીતિની આંટીઘૂંટીમાં અટવાયા હશે. નહીંતર જો સુષ્મા સ્વરાજ વિદેશમંત્રી હોત તો વરૂણના બાળકને ભારત લાવવાની જાહેરાત કરી દીધી હોત. કશો વાંધો નહીં. વર્તમાન વિદેશમંત્રી પણ આ અંગે કંઇક તો કાર્યવાહી કરશે જ.

ડિયર,ઓસ્ટ્રેલિયા આવુ ના કરાય. આ તો કુદરત છે. તમે કુદરતી હોનારતને રોકી શકો છો..? એક બાળકને કોઇ એવો રોગ લાગી ગયો તો તેનો અર્થ એવો નથી કે તેને ઉપાડીને ફેંકી દેવાનું..? ઉલટાનું તારા માટે તો આપત્તિને અવસરમાં પલટવાની તક છે. માનવીય અભિગમ દાખવીને વરૂણના બિમાર બાળકના ખર્ચનો બોજ અમે ઉઠાવીશુ….એવી જાહેરાત કરો તો બીજા લોકો તમારે ત્યાં આવીને નોકરી-ધંધો કરીને તમારા અર્થતંત્રમાં યોગદાન આપવા પ્રેરાશે.

રાજકપૂરનું આ ગીત ઓસ્ટ્રેલિયાને અર્પણ… જેના એક એક શબ્દમાં ભારતની મહાનતાની ગાથા વર્ણવામાં આવી છે…

होठों पे सच्चाई रहती है

जहाँ दिल में सफ़ाई रहती है

हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं

जिस देश में गंगा बहती है…

-मेहमां जो हमारा होता है

वो जान से प्यारा होता है..

ज़्यादा की नहीं लालच हमको

थोड़े मे गुज़ारा होता है

बच्चों के लिये जो धरती माँ

सदियों से सभी कुछ सहती है

हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं

जिस देश में गंगा बहती है

-कुछ लोग जो ज़्यादा जानते हैं

इन्सान को कम पहचानते हैं…

ये पूरब है पूरबवाले

हर जान की कीमत जानते हैं

मिल जुल के रहो और प्यार करो

एक चीज़ यही जो रहती है

हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं

जिस देश में गंगा बहती है

-जो जिससे मिला सिखा हमने

गैरों को भी अपनाया हमने

मतलब के लिये अन्धे होकर

रोटी को नही पूजा हमने….

अब हम तो क्या सारी दुनिया

सारी दुनिया से कहती है

हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं

जिस देश में गंगा बहती है…..

જો જિસસે મિલા સિખા હમને…ગૈરો કો ભી અપનાયા હમને.. મતલબ કે લિયે અંધે હોકર રોટી કો નહીં પૂજા હમને.. ! .ડિયર ઓસ્ટ્રેલિયા, તારા દેશમાં નોકરી કરીને તારા દેશના અર્થતંત્રમાં યોગદાન આપનાર વરૂણનો બિમાર બાળક હવે તને પારકો લાગ્યો..? ધિક્કાર છે તને અને તારા ડોલરિયા નોટ પર..! .તું મતલબી છે મતલબી..તારા આખા દેશની 3 કરોડની જનતાને પાળવાની તાકાત ભારતમાં છે, 130 કરોડના બદલે 133 કરોડ…! ઓસ્ટ્રેલિયા, તારે તો ચુલ્લુભર પાની મે બૂડ મરના ચાહિયે..!! વરૂણ તારા બાળકને લઇને ભારત આવી જા…મોદીસાહેબના બાવડામાં હજુ જોર છે હોં કે..!! બોયકોટ ઓસ્ટ્રેલિયા…!!

-દિનેશ રાજપૂત

 120 ,  1