ગૂગલની હાર – ઓસ્ટ્રેલિયા સરકારની જીત, આપવા પડશે લાખો ડોલર

ઓસ્ટ્રેલિયાની જેમ હવે બીજા દેશો પણ વળતરની માંગણી કરી શકે

જાણિતા સર્ચ એન્જિન ગૂગલ ઓસ્ટ્રેલિયા સરકારની સામે હારી ગયું છે. અને ઝૂકી જઇને ઓસ્ટ્રેલિયન સરકારની એ માંગણી સ્વીકારી છે કે, ગૂગલ ઓસ્ટ્રેલિયામાં જે મીડિયા સામગ્રીનો ઉપયોગ કરે છે તેનું વળતર આપવું પડશે. ઓસ્ટ્રેલિયા બાદ હવે બીજા દેશોમાં પણ ગૂગલ પાસેથી આવી માંગણી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ઓસ્ટ્રેલિયા સરકારે ત્યાના મીડિયાની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને ગૂગલ કંપનીને કહ્યું હતું કે સર્ચ એન્જિનમાં ઓસ્ટ્રેલિયાના જે મીડિયા સામગ્રીનો ગૂગલ ઉપયોગ કરે અટલે કે ફોટા મૂકે સમાચાર મૂકે તો તે બદલ યોગ્ય વળતર આપવવું પડશે. ગૂગલ અને સરકરા વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી.

છેવટે સરકારની સામે ગૂગલે હાર માનીને સ્વાકાર્યું છે કે તે ઓસ્ટ્રેલિયામાં ત્યાના મીડિયાની જે સામગ્રીનો ઉપયોગ કરશે તે બદલ તેનું વળતર આપશે. ઓસ્ટ્રેલિયાની જેમ બીજા દેશો પણ ગૂગલ પાસેથી આવી વળતરની માંગણી કરી શકે છે. નોંધનિય છે કે, ગૂગલ તેના સર્ચ એન્જિનના દુનિયાભરના વિવિધ મીડિયાના ફોટા અને સામગ્રીનું ઉપયોગ કરે છે. પરંતુ તેનું કોઇ વળતર આપતી નથી.

 30 ,  1