ગુજરાતમાં દારૂબંધીનાં ધજાગરા ખુદ ભાજપ નેતાએ ઉડાડયા! 9 બોટલ્સ સાથે ઝડપાયા ધારાસભ્ય

માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સહિત નબીરાઓ દારૂ-જુગારની પાર્ટીમાં ઝડપાયા

ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે પણ તે માત્ર કાગળ ઉપર જ, આજે ફરી એક વખત વાત સાબિત થઈ છે. ખુદ ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી મહેફિલની મઝા માણતા ઝડપાઇ ગયા છે. પંચમહાલના શિવરાજપુર પાસેના એક ખાનગી રિસોર્ટમાં દારૂ જુગારની મહેફિલની બાતમી પોલીસને મળતા પોલીસ દવારા રિસોર્ટ ઉપર દરોડો પાડવામાં આવ્યો જ્યાં ભાજપ માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પાસેથી દારૂની 9 જેટલી બોટલ્સ અને જુગારની સામગ્રી મળી આવી.

મળતી માહિતી અનુસાર પંચમહાલના જીમીરા રિસોર્ટમાં પોલીસના દરોડા પડ્યા હતા. જ્યાં થી માતરના ભાજપના ધરાભ્ય અને અન્ય 14 જેટલા શખ્સોની પંચમહાલ પોલીસે દરોડા પાડી ધરપકડ કરી છે. પંચમહાલ પોલીસે શિવરાજપુર પાસે રિસોર્ટમાં દરોડા પડ્યા હતા. જ્યાં આ ધારાસભ્ય દારુ અને જુગારની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા છે. દરોડા દરમ્યાન જુગાર રમતા ધારાસભ્ય સાથે 15 લોકો ઝડપાયા છે.

ધારાસભ્ય સાથે ખાનદાન નબીરા હોવાની ચર્ચા ચાલી રહી છે. રિસોર્ટમાં કસીનો ટાઈપ કોઈનથી જુગાર ધામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત હાઇપ્રોફાઇલ યુવતીઓ દ્વારા જુગાર રમાડાતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે લાખોની કિંમતના મુદ્દામાલ સાથે ધારાસભ્ય અને નબીરાઓને ઝડપી લીધા હતા.

 143 ,  1