રાજ્યમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટના આદેશનું કરાશે પાલન

ગુજરાતમાં ફટાકડા ફોડવા મુદ્દે જાહેરનામું, વિદેશથી ફટાકડાની આયાત પર પ્રતિબંધ

દિવાળીના તહેવાર દરમ્યાન જાહેરમાં ફટાકડા ફોડવા સંબંધમાં નામદાર સુપ્રિમ કોર્ટના હુકમ તથા વિદેશી આયાત ફટાકડા પર પ્રતિબંધને પગલે રાજ્ય સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળી જ નહીં, અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.

કોરોના કહેરમાં પાંચ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકાયા બાદ ગુજરાતમાં દિવાળી ટાણે ફટાકડા ફોડી શકાશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન બન્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા સરકાર તરફથી સૂચના પણ આપવામાં આવી છે. સરકારે પોતાના જાહેરનામામાં ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. 144 હેઠળ આદેશ બહાર પાડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. ફટાકડાની ગેરકાયદે આયાત, સંગ્રહ, વેચાણ સામે રોક લગાવી છે. કલમ 144 હેઠળ પ્રતિબંધાત્મક આદેશ લગાવવામાં આવ્યો છે.

રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. ફટાકડાના ગેરકાયદેસર વેચાણ સંગ્રહખોરી સામે પગલા લેવા અને કાર્યવાહી કરવા જણાવાયું છે.

જણાવી દઇએ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના કેટલાક રાજ્યોને હવામાં વધુ પડતા પ્રદૂષણ મામલે નોટિસ ફટકારી છે. જેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે દિવાળીના દિવસોમા ફટાકડાંને હવા-અવાજના પ્રદૂષણનું સ્તર વધે છે. એટલું જ નહીં વૃદ્ધો ઉપરાંત દર્દીઓને મુશ્કેલી થાય છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દિલ્લી,રાજસ્થાન, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સરકારે ફટાકડા ફોડવા કે વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે.

ડોક્ટરોના મતે ફટાકડાનો ધુમાડો માત્ર કોરોનાના દર્દીઓ માટે જ નહીં, કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે. કોરોનાના સંક્રમણની સીધી અસ૨ ફેફસાં પ૨ થઈ હોય છે એટલે ફેફસાં પ્રમાણમાં નબળા પડયા હોવાથી ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ડિસ્ચાર્જ થયા બાદ પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ નિષ્ણાતો આ દિવાળીએ ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે.

 85 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર