વકીલો માટે ખાસ વાંચવા જોવું…. બાર કાઉન્સિલે વધુ એક વખત વેલ્ફેર ફંડ રિન્યુઅલ ફી ભરવાની મુદત વધારી

28 ફ્રેબુઆરી સુધી વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી શકાશે

કોવીડ 19 મહામારીના કારણે તેમ જ કોર્ટનું સંપુર્ણ કામકાજ હજુ શરુ થયું ના હોવાથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે વેલ્ફેર રિન્યુઅલ ફંડ ફી ભરવાની વધુ એક વખત મુદ્દત લંબાવવામાં આવી છે. તે મુજબ હવે 28 ફ્રેબુઆરી સુધી સભ્યો વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી શકશે.

ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન કિરીટ બારોટ, વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહીલ, એકઝીકયુટીવ કમિટીના ચેરમેન ભરત ભગત તથા શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી. કેલ્લાએ જણાવ્યું છે કે, ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ ગુજરાતમાં મુત્યુ પામનારા ધારાશાસ્ત્રીઓના વારસદારોને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી મુત્યુ સહાય ચુકવવામાં આવે છે. મુત્યુ પામનારા ધારાશાસ્ત્રીના વારસદારને ચુકવવાની આ રકમ વેલ્ફેર ફંડની ટિકીટ, મેમ્બરશીપ ફી, તેમની રિન્યુઅલ ફી દ્વારા એકઠી કરી ચુકવવામાં આવતી હોય છે. આ સિવાય ગુજરાત બાર કાઉન્સીલનો કોઇપણ ફંડનો ઉપયોગ મુત્યુ સહાયની રકમ ચુકવવામાં આવતી નથી.

વેલ્ફેર ફંડ રિન્યુઅલ ફી ન ભરનારને બાર કાઉન્સિલ તરફથી માંદગી કે મૃત્યુ સહાય ચુકવવામાં આવતી નથી. વર્તમાન સમયમાં કોવિડ 19 કોરોનાની મહામારીના કારણે તથા કોર્ટનું સંપુર્ણ કામકાજ શરૂ થયેલું ના હોવાથી ધારાશાસ્ત્રીઓના વારસદારોના હિતને લક્ષમાં રાખીને તેમ જ ગુજરાત બાર કાઉન્સીલના મેમ્બર્સ અને બાર એસોસીએશનની રજૂઆતને ધ્યાનમાં લઇને 28 ફેબ્રુઆરી 2021 સુધી વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવા માટેનો સમય લંબાવવામાં આવ્યો છે. ગુજરાત બાર કાઉન્સીલની વેલ્ફેર ફંડની નિયમિત ફી ભરનારા ધારાશાસ્ત્રીઓના કુંટુંબીજનો સહાય મેળવવા હક્કદાર બનશે.

કોર્ટ શરૂ કરવા ક્રિમિનલ બારની BCGને રજૂઆત

અમદાવાદ 11 મહિના બાદ પણ ફિજિકલ કોર્ટ શરૂ ન થતા સંખ્યાબંધ વકીલો આર્થિક હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ ક્રમિનિલ કોર્ટ બાર એસો.ના પ્રમુખ કમલ બી. કમલકર અને સેક્રેટરી અશ્વિન પટેલે બાર કાઉન્સિલને કોર્ટ શરૂ કરાવવા લેખિત રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે,  હવે પરિસ્થિતિ લગભગ સરકારના સુયોગ્ય સમયસરના આકરા પગલાંઓ લેવાના કારણે નિયંત્રણ હેઠળ છે

રાબેતા મુજબ તમામ ધંધા રોજગાર, સરકારી અર્ધ સરકારી કચેરીઓ, શાળાઓ, હોસ્પિટલ, જિલ્લા, તાલુકા કોર્ટ વગેરે રાબેતા મુજબ ICMR ની ગાઈડલાઈન પ્રમાણે શરુ થઇ ગયેલ છે. જેથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને નમ્ર રજુઆત છે કે ફિજિકલ કોર્ટ બંધ હોવાને કારણે વકીલો ને કામકાજ માં ખુબજ તકલીફ પડી રહી છે. આ મામલે નામદાર ગુજરાત હાઇકોર્ટને અનેક વખત લેખિતમાં તથા વર્ચુઅલ મિટિંગ માં પણ કોર્ટ શરુ કરવામાટે રજુઆત કરવા માં આવેલ છે.  હવે કોર્ટ બંધ હોવાને કારણે વકીલો અનેક  પ્રકાર ની વિકટ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છે. હવે વધારે સમય કોર્ટ બંધ રહે તે યોગ્ય ના કહી શકાય. જેથી કોર્ટ શરૂ કરાવવી જોઇએ.

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર