મોંઘવારીના ઝટકા સાથે મહિનાની શરૂઆત

ગેસ સિલેન્ડરના ભાવમાં કર્યો 43 રૂપિયાનો વધારો

ઓક્ટોબર મહિનાના પ્રથમ દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો આંચકો આપ્યો છે. કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 43.5 રૂપિયાનો વધારો કર્યો છે. તેના કારણે રેસ્ટોરંટ, ઢાબા વગેરેમાં ભોજન મોંઘુ થઈ શકે છે. અગાઉ જે કમર્શિયલ સિલિન્ડર 1693 રૂપિયાંમાં દિલ્હીમાં મળતા હતા તે હવે 1736.5 રૂપિયાંમાં મળશે. કોલકાતામાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1805.5 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે 1770.5 રૂપિયા હતું. નોંધનીય છે કે પેટ્રોલિયમ કંપનીઓ દર 15 દિવસે LPG સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરે છે.

અગાઉ 1 સપ્ટેમ્બરના રોજ એલપીજી સિલિન્ડર એટલે કે ઘરેલુ એલપીજીની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત વધારીને 884.50 રૂપિયા કરવામાં આવી હતી. આ મહિને આ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય લોકો માટે આ થોડી રાહતની વાત છે.

અગાઉ, ગુરુવારે સાંજે સરકારે નેચરલ ગેસના ભાવમાં 62 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. કુદરતી ગેસનો ઉપયોગ ખાતર, વીજ ઉત્પાદન અને CNG ગેસ તૈયાર કરવા માટે થાય છે. આ નિર્ણય બાદ સીએનજી, પીએનજી અને ખાતરના ભાવમાં પણ વધારો થવાની ધારણા છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી