ગુજરાતમાં ત્રીજી લહેરની શરૂઆત!, 24 કલાકમાં નવા કેસ 500ને પાર

અમદાવાદની સ્થિતિ ભયજનક, 278 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી માથું ઉંચકતા દિનપ્રતિદિન ચિંતાજનક કેસો નોંઘાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને અમદાવાદમાં ભયજનક સ્થિતિ સર્જાઈ રહી છે. ઓમિક્રોનના ભય વચ્ચે છેલ્લા 24 કલાકમાં 548 કોરોનાના નવા 548 કેસો નોંધાયા અને 65 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 1નું મૃત્યુ થયું છે. સાડા છ મહિના બાદ પહેલીવાર 500ને પાર કેસ આવતા સરકારની ઉંઘ ઉડી ગઈ છે બીજી બીજુ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

અમદાવાદમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાનો ફરી વિસ્ફોટ થઈ રહ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શેહરમાંથી 265 -ગામ્યમાંથી 13 સાથે કુલ 278 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. આ સ્થિતિ વચ્ચે હવે સરકાર વધુ નિયંત્રણો લાદી શકે છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા
અમદાવાદ શહેર 265, સુરત શહેર 72, રાજકોટ શહેર 20, વડોદરા શહેર 34, આણંદ 23, નવસારી 7, સુરત 8, ગાંધીનગર 6, જામનગર શહેર 3, ખેડા 21, વલસાડ 9, કચ્છ 13, અમદાવાદ 13, ભરુચ 6, ગાંધીનગર શહેર 2,મોરબી 7, રાજકોટ 7, સાબરકાંઠા 3, બનાસકાંઠા 2, ભાવનગર શહેર 5, અમરેલી, નર્મદા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.નોંધનીય છે કે રાજ્યમાં હાલ 1902 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1891 દર્દીની હાલત સ્થિર છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રીએ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કોરોનાની ત્રીજી લહેરને લઈને મંત્રી ઋષિકેશ પટેલે જણવ્યું હતં કે ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે, કોરોના સામે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે, ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે, મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે હોસ્પિટલમાં ICU બેડ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી