દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત….!

એક દિવસમાં નવા કેસ અને મૃત્યુમાં જબરદસ્ત ઉછાળો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી ઘાતક લહેર ધીમી પડી છે આ સ્થિતિ વચ્ચે ત્રીજી વેવ આવશે જેના દેશમાં ભણકારા વાગી રહ્યા છે. દેશમાં આજે કોરોનાના કેસ અને મોતના આંકડામાં અચાનક ઉછાળો આવતા મોદી સરકાર સહિત લોકોમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે નવા 3998 મૃત્યુ નોંધાયા છે. નોંધનીય છે કે, ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના 30,093 નવા કેસ નોંધાયા હતા અને 374 દર્દીઓના મોત નોંધાયા હતા.જ્યારે આજે એક દિવસમાં જ અચાનક 10,000 હજારથી વધુ જેટલા કેસો વધતા લોકોમાં ચિંતા પ્રસરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42,015 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,12,16,337 થઈ ગયો છે. ગઈ કાલે કોરોનાના નવા 30,093 કેસ નોંધાયા છે જે જોતા આટલી મોટી સંખ્યામાં નવા કેસમાં વધારો ચિંતાજનક કહેવાય. એક દિવસમાં 36,977 લોકો કોરોનાથી રિકવર પણ થયા છે. દેશમાં કોરોનાથી કુલ રિકવર થયેલાઓની સંખ્યા 3,03,90,687 છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 3,998 લોકોના મોત થયા છે. આ આંકડો અત્યંત ચોંકાવનારો છે. કારણ કે ગઈ કાલે સરકારી આંકડા મુજબ દેશભરમાં કોરોનાથી કુલ 374 મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંક હવે 4,18,480 પર પહોંચી ગયો છે.

ભારતમાં કોરોનાથી થતા મોતનો આંકડો 39 દિવસ બાદ એકવાર ફરીથી 4 હજાર નજીક પહોંચી ગયો છે. 24 કલાકમાં 3998 દર્દીઓના મોત નોધાયા છે. આ અગાઉ 11 જૂનના રોજ 3996 દર્દીઓના મોત ચોપડે નોંધાયા હતા. જો કે આ મોતનો આંકડો અચાનક વધવા પાછળનું કારણ મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં જૂના મોતનો આંકડો જોડવાના કારણે મોતની સંખ્યા આટલી વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 147 દર્દીઓના મોત થયા છે જ્યારે 3509 જૂના મોતના આંકડાને અપડેટ કરાયો છે. આ અગાઉ બિહારમાં 9 જૂનના રોજ જૂના મોતના આંકડાનો ઉમેરો થયો હતો ત્યારબાદ દેશમાં દૈનિક મોતનો આંકડો અચાનક 6139 થઈ ગયો હતો.

 42 ,  1