પેપરકાંડમાં સૌથી મોટો ધડાકોઃ 10 ગુનેગારો સામે આવ્યા

6 આરોપીઓની ધરપકડ, પ્રાંતિજમાં ફરિયાદ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરીષદમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપરલીક થવા મુદ્દે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ અંગે મીડિયા દ્વારા જાણ થતાં તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ પાસા હેઠળ તપાસ કરવામાં આવી હતી. 

તેમણે કહ્યું કે, પ્રથમ દિવસથી જ ગૃહ વિભાગ દ્વારા ઘનિષ્ઠ તપાસ થાય તે માટે તકેદારી રાખવામાં આવેલી છે. શંકાસ્પદ આરોપીઓને નાસી જવા કે છટકી જવા માટે કોઈ તક ન મળે તે માટે તમામ તકેદારીઓ ગૃહ વિભાગે રાખી હતી. ગૃહ વિભાગ દ્વારા 24થી વધુ ટીમો બનાવવામાં આવી હતી. 88 હજાર લોકોએ પરીક્ષા આપી હોય, યુવાનોએ પોતાના ભવિષ્યના સપના જોયા હોય. 

તેમણે ઉમેર્યું હતું કે, સૌથી પહેલા શંકાસ્પદોને પકડવાનું કામ કર્યું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં પ્રાથમિક તપાસમાં મુખ્ય 10 ગુનેગારો સામે આવ્યા છે. જેમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી