‘માં કાર્ડ’ને લઇને સૌથી મોટો ઘટસ્ફોટ,17 હોસ્પિટલોને નોટિસ

સરકારની ‘મા કાર્ડ’ યોજનાના પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોએ ધજાગરા ઉડાવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્નોત્તરી કાળમાં સરકારી યોજનાની અમલવારી ન કરતી હોસ્પિટલ સામે સરકાર દ્વારા પગલાં લેવામાં નિષ્ફળતા વિશે સવાલો કર્યા હતા, તેના વિષે ગૃહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નિતીન પટેલે લેખિતમાં જવાબ આપ્યો હતો.

સરકારી યોજનાની અમલવારી ન કરતી હોસ્પિટલ સામે સરકાર દ્વારા પગલાં લેવામાં નિષ્ફળતા વિશે વિરોધ પક્ષે શાસન પક્ષનો બરાબરનો ઉધડો લીધો હતો. તેમને જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં 17 હોસ્પિટલ દ્વારા માં કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા વસુલ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા આવી હોસ્પિટલો પાસેથી કોઈપણ પ્રકારનો દંડ વસુલ્યા નથી. આવી હોસ્પિટલોને ફરજ પડવાના બદલે સરકારે બરતરફ કરી અને નોટિસ આપી છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી