સોમનાથ મહાદેવના દર્શન માટે આજથી પાસ સિસ્ટમ બંધ

શિવ ભક્તો માટે આવ્યાં સૌથી મોટા સમાચાર

ગુજરાત સહિત દેશભરમાં કોરોના નવા કેસો નહિવત આવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનને લઇને શિવ ભક્તો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. એટલે કે હવેથી સોમનાથ મહાદેવના દર્શન માટેની પાસ સિસ્ટમ મરજીયાત કરાઇ છે. ભાવિકો સીધા જ લાઇનમાં ઉભા રહીને ભગવાનના દર્શન કરી શકશે તેમ સોમનાથ ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના સમયમાં એક વર્ષ ને બે મહીના જેટલા સમય માટે પાસ સિસ્ટમ ફરજિયાત કરાઇ હતી. પરંતુ હવે કોરોનાના કેસોમાં ધીરે-ધીરે ઘટાડો થતાં હવેથી મહાદેવના દર્શન માટે પાસ લીધા વગર પણ સૌ કોઇ દર્શનનો લ્હાવો લઇ શકશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧૮ નવા કેસ સામે આવ્યાં છે. બીજી તરફ રવિવારે એક જ દિવસમાં ૮.૫૮ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન હવે ૬.૫૦ કરોડને પાર થયું છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ-સુરતમાંથી સૌથી વધુ ૬, વલસાડમાંથી ૪ જ્યારે વડોદરામાંથી ૨ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૮,૨૬, ૧૩૯ થયા છે અને કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૬ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૫,૮૭૨ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૬% યથાવત્ છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી