ધોરાજીમાં ઉમેદવારી પરત ખેંચનાર ભાજપના ઉમેદવારે ઝેર પીધું

આપઘાતનો પ્રયાસ, હાલ આઇસીયુંમાં સારવાર હેઠળ

તાજેતરમાં ધોરાજી તાલુકાના ઝાંઝમેર સીટ પર ભાજપ માંથી ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી પાછી ખેંચી લેનાર ઉમેદવાર ડો. ચિરાગ રમેશભાઈ દેસાઈ (પટેલ) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને ધોરાજી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ ને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજીની ઝાંઝમેરની તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.ચિરાગ રમેશભાઈ દેસાઈએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. તેમણે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું. ભાજપના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા છે. ઝાંઝમેર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા બિન હરીફ વિજેતા જાહેર થયા છે. આમ, કોંગ્રેસની પ્રથમ બેઠક બિનહરીફ વિજેતા બની છે. ત્યારે ઉમેદવારી પરત ખેંચવાના બીજા જ દિવસે ડો. ચિરાગ ઝવેરીએ ઝેરી દવા પીધી હતી. 

ડો. ચિરાગ દેસાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. ચિરાગ દેસાઈના પિતાએ કહ્યું કે, તેમનો પુત્ર ચિરાગ ચૂંટણીને લઈને ટેન્શનમાં હતો. જેથી તેમણે ઝેરી દવા પીધી હતી. 

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર