બુટલેગરો બાદ હવે નેતાઓ બેફામ..! કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડ્યા

ભાજપનાં નેતાએ જાહેરમાં પુત્રીનો જન્મદિવસ ઉજવ્યો

બુટલેગરો બાદ હવે નેતાઓ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડતા નજરે ચડ્યા હતા. વાત છે સુરતની… જ્યાં કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપ અગ્રણી રાજકુમાર સિંહે પોતાની દીકરીનો જન્મદિવસ જાહેરમાં ઉજવ્યો હતો અને કોવિડના ગાઈડલાઈનના લીરેલીરે ઉડાવ્યા હતા.

વિગત મુજબ, કારના બોનેટ પર ઢીંગલી જેવા આકારની કેક મુકવામાં આવી અને તેની આસપાસ લોકો ઉભા હતા. બાદમાં રાજકુમાર સિંહની પુત્રી આવે છે અને કેક કાપે છે. એક-બીજાને કેક ખવડાવી ફોટો સેશન પણ કરવામાં આવ્યો હતો. ત્યાં હાજર રહેલા મોટા ભાગના લોકો માસ્ક વિના જ જોવા મળ્યા હતા. સાથે જ સોશલ ડિસ્ટંસિગના નિયમોનું પાલન પણ થયુંન હતું. જો કે પોલીસે ગુનો નોંધ્યો છે. પરંતુ સવાલ તો તે છે કે વારંવાર મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ જ કેમ પોલીસે કાર્યવાહી કરે છે. ભાજપના આગેવાને નિયમોના ધજાગરા ઉડાવ્યા તો શું પોલીસે કાર્યવાહી કરશે એ મોટો સવાલ છે.

શહેરમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણી અને જાહેરનામાનો ભંગ કરવો જાણે એક ફેશન બની ચુકી છે. બુટલેગરો અને પોલીસ જવાનો બાદ હવે રાજકારણીઓ પણ આ ક્ષેત્રે જંપલાવી રહ્યા છે. સુરત નજીક આવેલા કનકપુર નગરપાલિકાનાં પૂર્વ શાસક પક્ષનાં નેતાએ પોતાની પુત્રીનો જન્મ દિવસ જાહેરમાં ઉજવીને લોકોને એકત્ર કર્યા હતા. કોરોનાના ગાઇડલાઇનના ચિંથરે ચિંથરા ઉડાવી દીધા હતા. 

 56 ,  1