ભાજપના નેતાએ વિધવા મહિલાની કરી છેડતી, ઘરમાં ઘૂસી કર્યા શારીરિક અડપલાં

બીભત્સ માગણી કરતી ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના નેતા ડિ.કે. પટેલ વિરુદ્ધ વિવાદોમાં આવ્યા છે. એક વિધવા મહિલાએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ભાજપના અગ્રણીએ મહિલા સાથે બિભત્સ માંગણી કરી હોવાનો આરોપ છે. તો બીજી તરફ આ વિવાદ વધતા ભાજપે ડી.કે પટેલને સસ્પેન્ડ કર્યા છે.

સાવરકુંડલાના વોર્ડ નંબર 8ના ભાજપના કાઉન્સિલર ડી.કે. પટેલ પર ગંભીર આરોપો લાગ્યા છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર  ડી.કે પટેલ દ્વારા ત્રણ દીકરીઓ સાથે વિધવા જીવન જીવતી મહિલાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મહિલાની સાથે છેડતી કરી તેની પાસે બિભસ્ત માંગણી કરી હતી. આ મહિલા સાડીના ધંધા અર્થે ઘણા સમયથી સુરત રહેતી હતી. જો કે લોકડાઉન દરમિયાન ધંધો બંધ થતાં મહિલા 8 માસથી સાવરકુંડલા રહેતી હતી. આ પહેલા મહિલાએ ડી.કે પટેલને એક પોતાની દીકરીને શાળાના દાખલાના કામ માટે ડી.કે પટેલ સાથે મુલાકાત થઈ હતી. જેથી આ મહિલા ડી.કે પટેલને ઓળખતો હતો. જેથી તા.17/03/2021 ના રોજ તું અહીં રહે છે તેમ મહિલાના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મહિલા સાથે વાતચીત કરી મહિલા સાથે ચેનચાળા કર્યા હતા. જો કે મહિલાની દીકરી જોઈ જતા બૂમો પાડતા ડી.કે પટેલ ભાગ્યો હતો.

જોકે આ ઘટનાને લઈને મહિલાએ તેમના સમાજના આગેવાનો અને સાગા સંબંધીઓને જાણ કરતા ગત રાત્રીના સમયે તેઓએ સાવરકુંડલા પોલીસ મથકે ડી.કે પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામી છે.

તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ડી.કે પટેલ અને આ મહિલા વચ્ચે વાતચીતની ઓડિયો કલીપ પણ વાયરલ થઈ રહી છે અને તેમાં પણ ડી.કે પટેલ પોતાના કરેલા કૃત્યની કબુલાત કરી રહ્યો છે. તો અને બિભસ્ત વાતો પણ આ ઓડિયો ક્લિપમાં કરવામાં આવો રહી છે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે તેમજ તેવામા ભાજપના નેતાની ઓડિયો કલીપ વાયરલ થતા તેમજ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામી છે.

આ મુદ્દે મહિલા પીએસઆઇ સેગલીયા તપાસ ચલાવી રહ્યા છે. તપાસના અનુસંધાને પોલીસ અવાર-નવાર ડીકે પટેલના ઘરે ગઇ હતી અને મોબાઈલ પણ બંધ આવી રહ્યો છે. તેમની ધરપકડ કરવા સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશન ના અન્ડરમાં અલગ-અલગ ટીમો બનાવી છાપે મારી પણ કરવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાતા ડી કે પટેલ ફરાર થઇ ગયો છે. 

 103 ,  1