September 20, 2021
September 20, 2021

2022માં ફરી સત્તામાં આવવા ભાજપે પાટીદાર કાર્ડ ખેલ્યું

Narendra Modi, Amit Shah.

PM મોદી-અમિત શાહનો માસ્ટર સ્ટ્રોક

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીના અચાનક રાજીનામાં બાદ કોન નવા મુખ્યમંત્રી બનશે સૌ કોઈના મનમાં એક જ સવાલ હતો. આ સ્થિતિ વચ્ચે ફરી મોદી-અમિત શાહની જોડીએ અમદાવાદના ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની નવા મુખ્યમંત્રી પદે વરણી કરતા રાજયની પ્રજા જ નહીં પરંતુ ભાજપના નેતાઓ પણ ચૌંકી ગયા હતા.

એક તરફ કોરોના, તો બીજી તરફ ગુજરાતમાં આપની એન્ટ્રી અને પાટીદારોની નારાજગી ભાજપને મિશન 2022માં ભારે પડી શકે તેમ હતું જેને પગલે ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે. ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ઘાટલોડિયા વિધાનસભામાંથી સૌથી વધારે લીડ સાથે જીત્યા હતા. ભૂપેન્દ્ર પટેલ 2017માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા જ્યાં સૌથી વધારે લીડ સાથે તેઓ અહીંથી જીત્યા હતા. ૧.૧૭ લાખ મતોની લીડ સાથે ચૂંટણી જીત્યા હતા.

જો કે, એક સમયે એવી પણ ચર્ચાઓ વહેતી થઈ હતી કે, ગુજરાતમાં પાટીદારોની નારાજગી ખાળવા માટે બીજેપી હાઈકમાન્ડ હાલ ગુજરાતના ડેપ્યુટી સીએમ રહેલા નીતિન પટેલના નામની જાહેરાત કરી શકે છે. તેમને મોટી જવાબદારી આપી શકે છે. ત્યારે આ બાબતને લઈને પણ હવે પૂર્ણ વિરામ લાગી ગયું છે. ગુજરાતના નવા સીએમ તરીકે કડવા પાટીદાર નેતાને વરણી કરીને પાટીદાર સમાજની નારાજગી દુર કરવાનું કામ કર્યુ છે.

નોંધનીય છે કે, મિશન 2022ની ચૂંટણીમાં પાટીદારોની નારાજગી ભાજપ માટે સૌથી પડકાર જનક હતો પરંતુ ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરીને ભાજપે સત્તાના સમિકરણો ફરી બદલી નાંખ્યા છે જેનો ફાયદો ચોક્કસ 2022ની ચૂંટણીમાં મળશે.

એક તરફ કૉંગ્રેસ પક્ષમાં મજબૂત નેતાનો અભાવ છે. તો બીજી તરફ પાટીદારોની નારાજગીનો રાજકીય ફાયદો ઉઠાવી આપ પાર્ટી ગુજરાતમાં પોતાના મૂળી મજબૂત કરવા માગતી હતી. પરંતુ ભાજપના આ સ્ટ્રોકને પગલે આપ પાર્ટીની આ રણનીતિ પર પાણી ફરી વળ્યું છે.

 59 ,  1