પોલીસ – વાડી રે વાડી, ક્યાં છે દારૂ ?

જવાબ – ‘આ રહ્યો ભાજપના નેતાનો દારૂ…’

164 પેટી દારૂ સાથે પોલીસે કરી ભાજપ અગ્રણીની ધરપકડ 

ગીરસોમનાથમાં ભાજપ અગ્રણી દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. જેના કારણે જીલ્લામાં ખળભળાટ મચી ઉઠ્યો છે. પોલીસે બાતમીને આધારે ભાજપ અગ્રણીની વાડીમાં રેડ કરી હતી જ્યાથી 164 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો.

ગીર સોમનાથના તાલાળા ગીરમાં ભાજપ અગ્રણી દારૂ સાથે ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે રાજકારણમાં હડકંપ મચી ઉઠ્યો છે. ભાજપના અગ્રણી બાબુ રામોલિયાની વાડીમાંથી 8 લાખનો દારૂ ઝડપાયો છે. જેમા તેમણે ધાવા-સુરવા ગામની સીમમાં વાડીમાં દારૂ રાખ્યો હતો. જે દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે.

તાલાલા ગીર તાલુકાના ઘાવા ગામની સીમમાં સુરવા રોડ પર આવેલ વોકળાની બાજુમાં અરવિંદ બાબુ રામોલીયાની આંબાની બગીચાની વાડીના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલ હોવાની સ્‍થાનિક પોલીસને બાતમી મળી હતી. જે અંગે એએસપી ઓમપ્રકાશ જાટ, પીઆઇ કે.એચ.ચૌઘરીને જાણ કરતા બંન્‍ને અઘિકારીઓ તાલાલા પોલીસ સ્‍ટેશન ખાતે દોડી આવેલ હતા. બાદમાં તેમની સુચનાથી તાલાલા પીએસઆઇ એમ.કે.મકવાણાએ સ્‍ટાફના જે.ડી.પરમાર, એલ.બી.બાંભણીયા, ડી.આર.બાંભણીયા, ગોપાલ મકવાણા, મહેશ સોસા સહિતના સ્‍ટાફ ખાનગી અને સરકારી વાહનોમાં ઘાવા ગીરની સીમમાં આવેલ વાડીએ પહોચ્‍યા હતા. જયાં તપાસ કરતા વાડીમાં મકાનની પાછળ આવેલ ગોડાઉનમાંથી વિદેશી દારૂ-બીયરનો મોટો જથ્‍થો મળી આવેલ હતો.

જેની ગણતરી હાથ ઘરતા જુદી જુદી વિદેશી બ્રાન્‍ડના 155 પેટી દારૂ-વ્‍હીસકીનો જથ્‍થો કિં.રૂ.7,71,360 તથા 9 પેટી બિયરનો જથ્‍થો કિ.રૂ.21,600 મળી કુલ કિં.રૂ.7,92,960 તથા એલજીનો મોબાઇલ કિ.રૂ.25 હજાર મળી કુલ રૂ.8,17,960 નો મુદામાલ મળી આવેલ હતો. આ દરોડા સમયે વાડી માલીક અરવિંદ રામોલીયા પણ વાડીએ હાજર હોવાથી તેની ઘરપકડ કરી પુછપરછ હાથ ઘરી હતી. જેમાં દારૂનો જથ્‍થો રસીક જીણા બાંભણીયા રહે.અંજાર-ઉના વાળો આપી ગયો હોવાનું જણાવેલ હતુ. જેના આઘારે પોલીસે પ્રોહી એકટની કલમ 65 ઇ તથા 81 મુજબ અરવિંદ રામોલીયા તથા રસીક જીણા બાંભણીયા સામે ગુનો નોંઘી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે. આ દરોડાના પગલે ઉનાનો કુખ્‍યાત બુટલેગર રસીક બાંભણીયા ફરાર થઇ ગયેલ હોય તેની ઘરપકડ કરવા પોલીસે તપાસ હાથ ઘરી છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી