ગુમ થયેલા પંજાબી સૂફી સિંગર મનમિત સહિત 6 લોકોના મૃતદેહ મળ્યા

વાદળ ફાટવાથી પહાડી વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત

પહાડી વિસ્તારોમાં સતત વરસાદ અને કેટલીક જગ્યાઓ પર વાદળ ફાટવાની ઘટનાએ જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યુ છે. હિમાચલ પ્રદેશના કાગંડા વિસ્તારમાં આભ ફાટવાની ઘટનાએ તબાહી સર્જી છે. કારેરી લેક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી કેટલાય મૃતદેહો મળી આવ્યા છે. આ મૃતદેહોમાં પંજાબના સૂફી સિંગર મનમીત સિંહનો મૃતદેહ પણ સામેલ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે રેસ્કયુ ટીમને સ્થળ પરથી કુલ 6 મૃતદેહો મળ્યા હતા જેમા એક મહિલા અને એક બાળકનો મૃતદેહ પણ સામેલ છે. કારેરી લેક વિસ્તારમાં રેસ્ક્યુ ટીમને પંજાબી સૂફી સિંગર મનમિત સિંહનો મૃતદેહ મળ્યો છે. જે અન્ય લોકો પણ આ દરમિયાન ગુમ થયેલા છે, તેમને પણ હવે મૃત ગણવામાં આવી રહ્યા છે.

પંજાબના અમૃતસર જીલ્લાના રહેવાસી મનમિત સિંહ પોતાના ભાઇ સહિત કુલ 5 લોકો સાથે ધર્મશાળા ફરવા માટે આવ્યા હતા. રવિવારે તેઓ કારેરી લેક ફરવા નિકળેલા પરંતુ ત્યારે જ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો અને આવી સ્થિતિમાં તેમને ત્યાજ રોકાવુ પડ્યુ હતું.

 18 ,  1