દહેગામઃ નર્મદા કેનાલમાં અવાર નવાર નીકળતી નીર્દોષ વ્યક્તિઓની લાશો..

ગાંધીનગર જિલ્લાની નર્મદા કેનાલમા છેલ્લા એક જ માસમા ૨૦ વ્યક્તિઓ કેનાલમા પડીને આત્મહત્યા કરી છે.

 ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા આવેલી નર્મદા કેનાલમા આપઘાત કરવાના બનાવો તેમજ કેટલાક નીર્દોષ વ્યક્તિઓ પણ આ કેનાલમા પોતાની કીમતી જીંદગી વેડફી નાખી છે.ત્યારે ભાટ પાસે આવેલ એસ એસ આઈ ટી એન્જિન્યરીંગ કોલેજના ત્રણ વિદ્યાર્થી મિત્રો એક કાર લઈને નભોઈ કેનાલ પાસે આવ્યા હતા. અને આ મીત્રોએ નર્મદા કેનાલમા હાથ ધોવા માટે ઉતરતા આ ત્રણે મીત્રોમાંથી એક મીત્રનો પગ લપસતા એક બીજાના બચાવવા જતા એક વિર્દ્યાર્થીને તરતા આવડતા તે બહાર નીકળી ગયો હતો. અને અન્ય બે વિદ્યાર્થીઓના કેનાલમા ડુબી જવાથી મોત થવા પામ્યુ છે.

આમ ગાંધીનગર જિલ્લાની નર્મદા કેનાલમાં ગઈ કાલે બહીયલ પાસે આવેલી નર્મદા કેનાલમા એક યુવાન કેનાલમા પડતા તેની બહીયલના તરવૈયાઓએ શોધખોળ કરતા કાલે સાંજ સુધી આ લાસ મળવા પામી ન હતી.આમ ગાંધીનગર જિલ્લાની નર્મદા કેનાલમા છેલ્લા એક માસમા ૨૦ જેટલા વ્યક્તિઓ મોતને ઘાટે ઉતરી જવા પામ્યા છે.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી