અમદાવાદના રાયપુર કેનાલમાં ડૂબેલા ચાર યુવાનો પૈકી ત્રણની લાશ મળી

NDRFને ત્રીજા દિવસે 3 મૃતદેહોની ભાળ મળી

ત્રણ દિવસ પહેલા એટલે કે, ગત બુધવારે રાયપુર પાસે નર્મદા કેનાલમાં ચાર યુવકો ડૂબી જતાં ખળભળાટ મચી ગયો હતો. ગઈ કાલે ચારેય યુવકોની શોધખોળ દરમિયાન એક વૃદ્ધની લાશ મળી આવી હતી. ત્યારે આજે ફરીથી NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સફળતા મળથી છે. 

NDRFને ત્રીજા દિવસે 3 મુતદેહોની ભાળ મળી છે. વૈષ્ણોદેવી સર્કલ પાસેના જાસપુર પાસે 3 મૃતદેહ મળ્યા છે. સાયફન પાસે બોડી ફસાઈ હોવાથી કેનાલના દરવાજા બંધ કરાવાશે. થોડીવાર બાદ 3 મૃતદેહોને બહાર કાઢવામાં આવશે. અમદાવાદના આ યુવકો બર્થ ડેની ઉજવણી કરવા માટે રાયપુર પાસે નર્મદા કેનાલે પહોંચ્યાં હતા.

અહીં ફોટોગ્રાફી સમયે છમાંથી ચાર યુવકો કેનાલમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબેલા યુવકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે, બે દિવસ સુધી કોઈ જ પત્તો લાગ્યો નહોતો.

ડૂબેલા 4 યુવાનોના નામ 

1 નિકુંજ અનિલભાઈ સગર
2 જયદીપ હરફૂલભાઈ સબલાનીયા
3 સાહિલ અરવિંદભાઈ પટેલ
4 સ્મિત રાકેશભાઈ પટેલ 

 51 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી