September 19, 2021
September 19, 2021

રાજકોટ : છાપરા પાસે તણાયેલી કારમાંથી પેલિકન ફેક્ટરીના માલિકનો મળ્યો મૃતદેહ

ગઈ કાલે કાર પાણીના વહેણમાં તણાઈ હતી

રાજકોટ જિલ્લામાં ગઈકાલે મેઘ તાંડવ સર્જાયો હતો. જેમાં ખીરસરા ગામ પાસે આવેલા છાપરા ગામ નજીક પેલિકન ફેક્ટરીના માલિકની i 20 કાર પાણીના વહેણમાં તણાઈ હોવાનાં ​​દૃશ્યો સામે આવ્યાં હતા.જેમાં પેલીકન કંપનીના માલિક કિશન શાહ સહીત 3 લોકો કારમાં સવાર હતા, જે પૈકી એક વ્યક્તિને કારમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી છે, જ્યારે કારની અંદર રહેલી અન્ય બે વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી. જે દરમિયાન સવારના 6 વાગ્યાથી પોરબંદર નેવીની ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન પેલીકન ફેક્ટરીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે તેમની કાર 500 મીટર દૂર કાદવમાં ખુપાયેલી મળી આવી હતી. તેમનો ડ્રાઇવર હજુ પણ લાપતા છે.

કાર તણાયાના બીજા દિવસે કાર કીચડમાં ખુંચેલી મળી હતી. ક્રેન દ્વારા કારને બહાર કાઢવામાં આવી હતી અને કારમાંથી જ પેલિકન ફેક્ટ્રીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે તેમનો ડ્રાઈવર હજુ પણ લાપતા છે.  

કાર તણાઈ તે સમયે કારમાં પેલિકન ફેક્ટ્રીના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ કિશાન શાહ અને તેમના મિત્રો કારમાં સવાર હતા. કારમાં કુલ 3 લોકો સવાર હતા જેમાંથી એકનું રેસ્ક્યુ કરાયું હતું જ્યારે અન્ય બેની શોધખોળ શરુ કરવામાં આવી હતી.

આ અંગે છેલ્લે મળતી માહિતી અનુસાર કારમાં સવાર સંજય બોરીયા નામના વ્યક્તિને બચાવી લેવાયા હતા જ્યારે કિશન શાહ અને તેમના અન્ય એક મિત્રનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જ્યારે આજે કિશનભાઈ શાહનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. 

 28 ,  1