સુરત : શેર બજારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો મળ્યો મૃતદેહ, કાર્બન મોનોક્સાઈડની બે બોટલ મળી આવી

કારની અંદર જ કાર્બન મોનોક્સાઈડની બોટલથી કર્યો આપઘાત!

સુરતના અલથાણ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સોહમ સર્કલ પાસેથી એક I-20 કારમાંથી શેર બજારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગત મુજબ, Dont tuch mee, call પોલીસના કાગળ પર બેનર લખીને આપઘાત કરી લીધો હતો. બંધ કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે ઘટનાની જાણ ફાયર અને 108 ને કરતા બન્ને ઘટના સ્થળે દોડી ગયા હતાં.

શેરબજારના વ્યવસાયી સંદીપ બજરંગ દાલમિયા (ઉ.વ 37) રહે. આશિર્વાદ કોમ્પ્લેક્ષ અલથાણએ આપઘાત કર્યા બાદ કારને ફાયરે સેફટી સાથે ખોલવામાં આવી હતી. કારમાંથી મૃતદેહ સાથે કાર્બન મોનોક્સાઈડની બે બોટલ પણ મળી આવી હતી.જેથી વેપારીએ કાર્બન મોનોક્સાઈડ લઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મૃતકે ઉલ્લેખ કર્યો છે કે, મારી રીતે મરું છું… શેરબજારનો વ્યવસાયી યુવાન વેપારી ત્રણ દિવસથી ઘરેથી ગાયબ હતો. જેથી આપઘાત પાછળ રહસ્ય ઘેરાઈ રહ્યું છે. ઓક્સિજન માસ્ક વડે કાર્બન મોનોક સાઈડ લઈ આપઘાત કર્યો હોવાથી ચકચાર મચી જવા પામી છે.

 66 ,  1