September 20, 2021
September 20, 2021

અમદાવાદ : શહેરકોટડા વિસ્તારમાં બંધ મકાનમાંથી મળી મહિલાની લાશ

મહિલા છેલ્લા છ વર્ષથી પતિથી રહેતી હતી અલગ, પોલીસે હાથ ધરી તપાસ

આડા સંબંધોમાં હત્યા થઈ હોવાની આશંકા, હાથ-ગુપ્ત ભાગો પર નાંખ્યો હતો જ્વલશીલ પદાર્થ

શહેરમાં હત્યાના એક પછી એક ગંભીર બનાવો સામે આવી રહ્યા છે. ગત રોજ અમરાઈવાડી, રામોલ, દાણીલીમડા બાદ હવે શહેરકોટડામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પતિથી અલગ રહેતી મહિલાનો લોહીથી લથબથ શરીરના અનેક ભાગો અને ગુપ્ત ભાગો પર જ્વલનશીલ પ્રવાહી નાંખતા ફોલ્લા પડી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ મામલે પતિએ શેરકોટડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ ગાંધીનગર જીલ્લાના બયૈલ ગામના અને હાલ મેમકો ખાતે રહેતા 44 વર્ષીય યશવંતભાઈ સોલંકી તેમના માતા અને બે સંતાનો સાથે રહે છે અને પાનનો ગલ્લો ચલાવી વેપાર કરે છે. આજથી વીસેક વર્ષ અગાઉ તેમના લગ્ન હસુમતી બહેન સાથે થયા હતાં. છેલ્લા છ વર્ષથી બને વચ્ચે અણબનાવ બનતા બને અલગ રહેતા હતા. પત્ની હસુમતી અલગ સી કોલોની ખાતે મકાન ભાડે રાખી રહેતી હતી. તેમજ એક હોસ્પિટલમાં નોકરી કરતા હતા.

પતિએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે પત્નીને ભુરો ઉર્ફે મોગલી સાથે આડા સંબંધ હોવાની જાણ થઈ હતી. ગત 31મીએ સવારે યશવંતભાઈ દહેગામ નજીક પાલૈયા ખાતે તેમના મામાના ઘરે ગયા હતા ત્યારે દીકરાનો ફોન આવ્યો કે, માતાનું મૃત્યુ થયું છે. જેથી તેઓ તરત અમદાવાદ આવી ગયા હતા.

હસુમતી બહેન જે મકાનમાં રહેતા હતા તેના માલિકે જણાવ્યું કે, મકાનમાંથી દુર્ગન્ધ આવતી હોવાથી ત્યાં બધા પહોંચ્યા હતા. ત્યાં ખાટલા પર હસુમતી બહેનની લાશ પડી હતી. હસુમતી બહેનના માથા પાસે કાન પાછળ કોઈ બોથડ પદાર્થ વડે માર મારવાના નિશાન હોવાનું જણાયું હતું. આટલું જ નહીં હાથ અને અન્ય ગુપ્ત ભાગો પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખ્યું હોવાથી ફોલ્લા પડી ગયા હતાં. આ અંગે પોલીસને 100 નમ્બરથી જાણ કરતા શહેરકોટડા પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી કરી હત્યારા ને પકડવા તજવીજ હાથ ધરી છે.

 45 ,  1