કૃષ્ણનગરના યુવકની લાશ ચાર દિવસે ખેડાના ઠાસરા પાસેથી મળી

ચાર આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર, વધુ એકની ધરપકડ

પ્રેમીનું સગીરા પ્રેમીના પરિવારે અપહરણ કરી હત્યા કરી હતી. ત્યારબાદ કોઇને જાણ ન થાય તે માટે લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યારે હત્યાના ચાર દિવસ બાદ લાશ જ્યાંથી ફેંકી હતી ત્યાંથી 32 કિમી. દૂર ઠાસરા પાસેથી મળી આવી છે. મૃતકના પિતાએ લાશની કપડાં અને વસ્તુઓ પરથી ઓળખ કરી છે. બીજી તરફ આ કેસમાં ઝડપાયેલા ચાર આરોપીઓના પોલીસે વિવિધ મુદ્દે તપાસ કરવા ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉપરાંત ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને કૃષ્ણનગર પોલીસે ઝડપી લીધો છે.

કૃષ્ણનગરમાં રહેતો જિજ્ઞેશ સિંહનું સગીર પ્રેમીકાના પરિવારે અપહરણ કર્યું હતું. ત્યારબાદ  જિજ્ઞેશ સાથે મારઝૂડ કરી હતી અને ગળુ દબાવી તેની હત્યા કરી દીધી હતી. કોઇને આ અંગે જાણ ન થાય તે માટે પરિવારે જિજ્ઞેશને ફાગવેલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. આ મામલે પોલીસે તપાસ કરી ડભોડા નજીક મેદરા ગામમાં રહેતા સગીરાના કાકા દિલિપસિંહ પરમાર, પિતા છત્રસિંહ પરમાર, પિતરાઈભાઈ અજિત સિંહ બીબોલા અને માતા વિભાબેન છત્રસિંહ પરમારની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આરોપીઓના વિવિધ મુદ્દે તપાસ કરવા પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે, કેસ માટે લાશ મહત્ત્વની હોવાથી છેલ્લા ચાર દિવસથી કૃષ્ણનગર પોલીસ લાશની શોધખોળ માટે કેનાલની આસપાસ તપાસ કરી રહી હતી. આ અંગે કૃષ્ણનગર પીઆઇ એ.જે.ચૌહાણે જણાવ્યું હતું કે, ચાર દિવસની મહેનત બાદ લાશ મળી આવી છે. ફાયર બ્રિગેડની મદદ લઇ લાશ બહાર કાઢવામાં આવી હતી. પિતાએ પુત્રની જ લાશ ઓળખી કઢી છે. આ કેસમાં જિજ્ઞેશનું બાઇક લઇ તેને રસ્તા પર મુકનાર આરોપીની પણ અમે ધરપકડ કરી છે.

ઝોન 4 ડીસીપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, આરોપીએ જ્યાંથી જિજ્ઞેશને કેનાલમાં ફેંક્યો હતો ત્યાંથી 32 કિ.મી. દૂર લાશ મળી આવી છે. જીજ્ઞેશની લાશ શોધતી વખતે અન્ય એક યુવકની પણ લાશ મળી હતી. તે અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે કૃષ્ણનગ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

 25 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર