હત્યા કે આત્મહત્યા ? રાજકોટમાં ઝાડ પર લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો

જૂના રેલવે સ્ટેશન પાસે ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

રાજકોટના જૂના રેલવે સ્ટેશન પાસે ઝાડ પર લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને PM માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં યુવકના ખિસ્સામાંથી યુવકનું આધારકાર્ડ મળી આવ્યું છે, જેમાં મૃતકનું નામ સંદીપ હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે આધારકાર્ડના આધારે પરિવારના લોકોની શોધખોળ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા મૃતક યુવક સંદિપ નામનો 30 વર્ષિય યુવકનો મૃતદેહ હતો. જે ઉત્તરપ્રદેશથી મજુરી માટે અમદાવાદ આવ્યો હોવાનું પાર્થમિક તપાસમાં જાણવા મળ્યું છે. જો કે વહેલી સવારે રેલવે સ્ટેશન પાસે ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવતા પોલીસે આશંકાઓ વચ્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા થઇ છે, તેને લઇ પોલીસે તપાસ શરૂ કરી છે.

 27 ,  1