સિદ્ધપુરમાં ખેતરની ઓરડીમાંથી યુવાનની ફાંસો ખાધેલી લાશ મળી

ખેતરની ઓરડીમાંથી યુવકની મળી આવી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાધેલી લાશ

સિદ્ધપુરના ખીલાતરવાડા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી છે. સવારે ઘરેથી નીકળેલો યુવક પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતાં ખેતરની ઓરડીમાંથી રહસ્યમય હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો એવી છે કે, સિદ્ધપુરના ખીલતાર વાડા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય શિવમ ઠાકરની વહેલી સવારે ખેતરની ઓરડીમાં લોખંડની એગલ પર પેન્ટ અને સાલ વડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક યુવકના ગળાના ફાસાના ચાર-ચાર નિશાન મળતાં પોલીસને મોત અંગે શંકા છે.

બીજી તરફ યુવકના પરિવાજનોએ પણ પોતાના પુત્રની હત્યા કરાઇ હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે, યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે, તે પીએમ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે.

 68 ,  1