ડીસા : બે દિવસથી ગુમ યુવકની ટાંકીમાંથી મળી લાશ, સમગ્ર વિસ્તારમાં ચકચાર

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બે દિવસથી ગુમ યુવકની લાશ મળી આવી છે. લાશ પાણીની ટાંકીમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ છે. યુવકની લાશ પાછળનું રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. તો બીજી તરફ હત્યાની આશંકાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, ડીસાની સરસ્વતી સોસાયટીમાં રહેતો ધવલ પ્રવિણભાઈ ઠક્કર છેલ્લા બે દિવસથી ગુમ હતો. બે દિવસ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન ઘરની ટાંકીમાં તપાસ કરતાં યુવકની લાશ ટાંકીમાંથી મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશને પીએમ માટે ડીસી સિવિલ ખાતે ખસેડવામાં આવી છે.

જોકે, યુવક ટાંકીમાં કેવી રીતે પહોંચ્યો તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ત્યારે પોલીસ તપાસ પછી સમગ્ર ઘટના પરથી પરદો ઉંચકાશે. હાલ, તો યુવકની લાશ તેના ઘરના જ ટાંકામાંથી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

 77 ,  1