અમદાવાદ : દાણીલીમડામાં લાપતા યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી હાલતમાં મળી લાશ

ધડ અને ખોપરીનો ભાગ અલગ કરી કોથળીમાં લાશી બાંધી હત્યારાઓ ફરાર

શહેરના દાણીલીમડા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ગુમ યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા કરાયેલી હલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. કપડાથી હાથ બાંધી તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મામલે દાણીલીમડા પોલીસે અજાણ્યા આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દાણીલીમડા વિસ્તારમાં ન્યુ ફેસલનગર ખાતે રહેતો શાહરૂખ મસરી તલાવડી ખાતેથી ક્રૂરતા પૂર્વક હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. ધડ અને ખોપરીનો ભાગ અલગ કરી પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી હત્યારાઓ લાશ ફેંકી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં દાણીલીમડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી હતી.

દાણીલીમડા પોલીસ મથકમાં મૃતક શાહરૂખની માતાએ જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલા શાહરૂખના બાજુમાં રહેતા સલીમભાઇ રંગરેજની દિકરી સાથે પ્રેમલગ્ન થયા હતા. સંતાનોમાં શાહરૂખને બે દિકરીઓ છે. ગત 15 તારીખે બપોરના સમયે ઘરેથી નિકળ્યા બાદ શાહરૂખ આજદીન સુધી પરત ફળ્યો નથી. ગત રોજ તલાવડી ખાતેથી સફેદ પ્લાસ્ટિકના કોથળામાંથી એક લાશ ધડ અને માનવ ખોપરી સાથે ક્રુરતાપૂર્વક હત્યા કાયેલી હાલતમાં લાશ મળી હતી, જેની ખરાઇ કરતા લાશ શાહરૂખની હોવાનું જાણવા મળ્યું હતું.

જો કે શાહરૂખની હત્યા કોણે અને શા માટે કરી તે અંગે હજુ સુધી કોઇ માહિતી મળી નથી. ત્યારે આ મામલે પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા વધુ તજવીજ હાથ ધરી છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી