મહેસાણા: યુવકની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી

મહેસાણાના છઠીયારડા પુલ નીચેથી બે દિવસ અગાઉ શરીરના અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ કરેલી હાલતમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી

મરનાર યુવકના શરીર પર માર માર્યાના નિશાન હોવાથી યુવકની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.અને પોલીસે હત્યાનું કાવતરું શોંધવ તરફ ચક્રો ગતિમાન કર્યા હતા .

અને આખરે હત્યાના ગુનાનો ભેદ LCBએ ઉકેલી દીધો હતો.જેમાં આ યુવક રાજસ્થાનના બિકાનેરનો ટ્રક ચાલક હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે હત્યા કરનાર ત્રણ શખ્સોને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી