કર્ણાટક: કેફે કોફી ડે નાં માલિક વી.જી.સિદ્ધાર્થનો નદીમાંથી મળ્યો મૃતદેહ..

સીસીડી એટલે કે કેફે કોફી ડે ના માલિક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો છે. વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ મેંગલોરની નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો છે.

વી.જી. સિદ્ધાર્થ મેંગલોર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેઓ પોતાની કારમાંથી નીચે ઉતરી ગયા હતા.તેમના કાર ચાલકે મેંગલોરના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી કે તેમના માલિક પુલ પરથી લાપતા થઈ ગયા છે. તેઓ કારમાંથી થોડા સમય સુધી ખુલ્લા વાતાવરણમાં ફરવા માટે ઉતર્યા હતા. સિધ્ધાર્થે પોતાના ડ્રાઈવરને પુલની બીજી બાજુ રાહ જોવા માટે કહ્યું હતું.

જોકે બાદમાં સિદ્ધાર્થ ન મળતાં ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે નેત્રાવતી નદીમાં આશરે 200 લોકોની ટીમની મદદથી શોધખોળ હાથ ધરી હતી. આમ આજે નેત્રાવતી નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. સિદ્ધાર્થ ભાજપના વરિષ્ઠ નેતા અને UPA-2 સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા એસ.એમ. કૃષ્ણાના જમાઈ હતા.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી