દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનો પાર્થિવ દેહ આજે દિલ્હી લાવવામાં આવશે

રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે સંસદમાં સંબોધન

તમિલનાડુના નીલગિરિસમાં હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત ( CDS General Bipin Rawat ), તેમની પત્ની ડૉ. મધુલિકા રાવત સહિત 13 લોકોના દુઃખદ નિધન થયા હતા. આ હેલિકોપ્ટર અકસ્માત ગઈકાલે થયો હતો. જનરલ બિપિન રાવત અને તેમના પત્ની ડૉ. મધુલિકા રાવતના પાર્થિવ દેહને આજે દિલ્હી લાવવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ, જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના મૃતદેહને દિલ્હી છાવણી લાવવામાં આવશે અને શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને આજે સૈન્ય વિમાન દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં લઈ જવામાં આવશે.

એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી કુન્નુર ખાતે દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગઈકાલે CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્નીનું નિધન થયું હતું. કુલ મળીને 13 લોકોના નિધન થયા હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે બંને ગૃહોમાં તમિલનાડુના નીલગિરિમાં બનેલી આ હેલિકોપ્ટર દુર્ઘટના અંગે વિસ્તૃત માહિતી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહ આજે લોકસભામાં સવારે 11.15 વાગ્યે અને પછી બપોરે રાજ્યસભામાં નિવેદન આપશે.

ઉલ્લેખનીય છે કે, જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર અકસ્માતમાં નિધન થયું હતું. આ હેલિકોપ્ટરમાં જનરલ રાવત, તેમની પત્ની સહિત 14 લોકો હતા. ભારતીય વાયુસેના (IAF) નું હેલિકોપ્ટર જેમાં તેઓ સવાર હતા તે તમિલનાડુના નીલગિરી જિલ્લામાં ક્રેશ થયું છે. Mi શ્રેણીના હેલિકોપ્ટરે સુલુર આર્મી બેઝ પરથી ઉડાન ભરી હતી, તેના થોડા સમય બાદ નીલગીરીમાં અકસ્માત થયો હતો.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી