હાટકેશ્વરમાં બંધ મકાનમાંથી મળી આવી લાશ, હત્યા કે આત્મહત્યા..?

અમરાઇવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી

અમદાવાદ શહેરમાં ગુનાખોરી બેફામ વધી રહી છે. ગઇકાલે એક સાથે ત્રણ હત્યાની ઘટનાથી સનસની મચી ગઇ હતી. જ્યારે એક સનકી કાતિલ પ્રેમીએ આપઘાત કરી લીધો હતો. ત્યારે આ ઘટનાની તપાસ ચાલી રહી છે. તેવમાં હાટકેશ્વરમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે.

હાટકેશ્વર વિસ્તારમાં આવેલ પરમેશ્વર નગર સોસાયટીના એક બંધ મકાનથી એક યુવકની લાશ મળી આવી છે. લાશની જાણ થતાં અમરાઇવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પ્રાથમિક તપાસ દરમિયાન લાશ બેથી ત્રણ દિવસ પહેલાની હોય તેવું જાણવા મળી રહ્યું છે. યુવકની હત્યા થઇ છે કે, આત્મહત્યા તે જાણી શકાયું નથી. હાલ આ મામલે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. લાશ ને 2-3 દિવસ થયા હોવાનું અનુમાન,સાથે પ્રાથમિક દ્રષ્ટિ એ સુસાઇડ કર્યા હોવાનું અનુમાન અમરાઇવાડી પોલીસ ઘટના સ્થળે ઉપસ્થિત

 36 ,  1