બોલીવૂડનું આ સુપરસ્ટાર કપલ હવે ક્રિકેટની દુનિયામાં કરશે એન્ટ્રી

IPLમાં ખરીદશે પોતાની ટીમ : રિપોર્ટમાં દાવો

IPL 2021માં ફાઈનલ મેચમાં કોલકાતાને હરાવીને ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ ચોથી વખત ચેમ્પિયન બન્યુ હતું. હવે આગામી IPLમાં 10 ટીમો ટકરાશે જેના પગલે બે નવી ટીમોની એન્ટ્રી થશે. નવી ટીમ માટેનું બિડિંગ 25 ઓક્ટોબરથી શરૂ થશે. બિડિંગ 25 ઓક્ટોબરથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ અુનુસાર દિપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં એક નહીં પણ બે આઈપીએલની ટીમ ખરીદશે અને પોતાની ટીમ બનાવશે. નોંધનીય છે કે, હાલમાં શાહરુખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ અને પ્રીતિ ઝીંટાની કિંગ્સ ઈલેવન પંજાબ માલિકીવાળી આઈપીએલ ટીમ છે પરંતુ હવે તેમાં વધુ બે બોલીવુડ સ્ટાર ઉમેરાશે.

આઈપીએલની બે ટીમને ખરીદ્યા બાદ દિપિકા અને રણવીર ખેલાડીઓને ખરીદી કરશે, આઈપીએલ 2022 માટેની હરાજી ઓક્ટોબરથી શરુ થશે અને તેમાં તેઓ બિડિંગ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

આ ઉદ્યોગપતિઓ પણ બોલી લગાવશે
દિપિકા અને રણવીરની ઉપરાંત અદાણી ગ્રુપ, ગ્લેઝર ફેમિલી, ઓરોબિંદો ફાર્મ, ટોરેન્ટ ફાર્મા, આરપી સંજીબ ગોયંકા ગ્રુપ, જિંદાલ સ્ટીલ, હિન્દુસ્તાન ટાઈમ્સ મીડિયા, રોની સ્ક્રૂવાલા, કોટક ગ્રુપ, સિંગાપુર બેસ્ટ પીઈ ફર્મ, સીવીસી પાર્ટનર, બ્રોડકાસ્ટ અને સ્પોર્ટ કન્સલ્ટિંગ આઈટીડબલ્યુ અને ગ્રુપ એમ સામેલ છે.

7,000 કરોડથી 10,000 કરોડના બિડિંગની બીસીસીઆઈને આશા
બીસીસીઆઇને આશરે 7,000 કરોડ રૂપિયાથી 10,000 કરોડ રૂપિયાની બિડિંગની અપેક્ષા છે. બીજી તરફ તેની બેઝ પ્રાઇસ 2,000 કરોડ રાખવામાં આવી છે. જે જૂથો સાથે મળીને બોલી લગાવે છે તે દર વર્ષે 3,000 કરોડ રૂપિયાનો નફો કરે છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી