બુટલેગરની કારમાં આગ લાગી તો ભાગ્યો, કારમાંથી વિદેશી દારૂ મળ્યો

નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

શહેરના નરોડા વિસ્તારમાંથી પોલીસની નજરથી બચીને કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને જઈ રહેલા બુટલેગરની કારમાં મધરાતે અચાનક આગ ભભૂકી ઉઠતા બૂટલેગર કાર મુકીને નાસી ગયો હતો. જો કે, કારમાં લાગેલી આગ પર કાબુ મળેવતા મેળવ્યો હતો. ત્યારબાદ કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જો કે, આ દરમિયાન બુટલેગર પલાયન થઇ ગયો હતો. આ મામલે નરોડા પોલીસે ગુનો નોંધી ફરાર બુટલેગર સામે તપાસ શરૂ કરી છે. 

નરોડા પોલીસને રવિવારે પરોઢીયે લગભગ 3 વાગ્યાના સુમારે માહિતી મળી હતી કે નરોડા જીઆઈડીસી પાસે જાહેર રોડ પર એક કારમાં આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી હતી. ઉપરાંત નરોડા પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા ફોર્ડ ફીગો કાર સંપૂર્ણ બળી ગયેલા હાલતમાં જોવા મળી હતી. દરમિયાન પોલીસનેકારની સીટના ભાગે તથા પાછળની ડેકીના ભાગેથી ભારતીય બનાવટની વિદેશી દારૂના બળી ગયેલા કવાટર મળી આવ્યા હતા.જયારે અમુક કવાટર સીલબંધ હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે કારમાંથી કુલ 304 નંગ કવાટર અને કાર મળી કુલ રૂ.45600 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

પોલીસે જણાવ્યું હતુ કે, પોલીસની નજરથી બચીને દારૂની હેરાફેરી કરવા જતા આગ લાગતા કાર છોડીને નાશી છુટેલા બુટલેગરની ઓળખ કરવા માટે પોલીસે કારના નંબરના આધારે તપાસ આદરી છે

 20 ,  1