September 20, 2021
September 20, 2021

અમદાવાદ : પ્રેમીએ અન્ય યુવતી સાથે સબંધ બાંધી પ્રેમિકાને ઉતારી મોતને ઘાત

પથ્થરથી માથું છુદીને કરી હતી ઘાતકી હત્યા, ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો ભેદ

શહેર રિવરફ્રન્ટ ખાતે બે મહિના પહેલા થયેલી યુવતીની હત્યા કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતીની હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ તેના જ પ્રેમીએ જ કરી છે. પ્રેમીના અન્ય યુવતી સાથે પ્રેમસંબંધની જાણ થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. એટલું જ નહીં, યુવતીએ પ્રેમીને સંબંધ રાખવા દબાણ કર્યું હતું.

જો કે પ્રેમસંબંધ ન રાખે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા પ્રેમીએ પ્રેમિકાની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. પ્રેમિકાની હત્યા કરનારા હોમગાર્ડ જવાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રેમિકાની હત્યા કરીને આરોપીએ રિવરફ્રન્ટમાં મૃતદેહ ફેંક્યો હતો. બે માસ પહેલા રિવરફ્રન્ટમાં હત્યા કરેલી હાલતમાં મળેલી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે.

વિગત મુજબ, અમદાવાદના રિવરફ્રન્ટ પર એક મહિલાની લાશ વાસણા બેરેજ નજીક ખુલ્લા ખેતરમાં પડી હતી. આશરે 30થી 35 વર્ષની આ મહિલાની લાશની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને કાલુપુર પાસેથી 35 વર્ષની વિધવા મનિષા વિશેની માહિતી મળી હતી.

મનિષા એક જગ્યાએ નોકરી કરતી હતી. તેની કડી પોલીસને મળી હતી. આ દુકાન હિતેશ શ્રીમાળીની હતી. હિતેશ શ્રીમાળી પોતે હોમગાર્ડમાં પણ હતો. 5 વર્ષથી મનિષા અને હિતેશ વચ્ચે શારીરિક સબંધ હતા. જે કારણે પોલીસે હિતેશની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપી હિતેષ શ્રીમાણીએ પોતાની પ્રેમિકા મનીષા ચૌધરીની હત્યા કરીને મૃતદેહ રિવરફ્રન્ટમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી.

દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી 10 લાખની માંગણી કરી હતી

પ્રેમિકા તેની સાથે સબંધ રાખવા દબાણ કરતી હતી અને જો સંબંધ નહિ રાખે તો દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી અને રૂ 10 લાખની માંગણી કરતી હતી. જેથી કંટાળીને આરોપીએ પ્રેમિકાનું કાસળ કાઢવાનું ષડ્યંત્ર રચ્યું અને પ્રેમિકાને એક્ટિવા પર રીવરફ્રન્ટ ફરવા જવાનું કહીને પથ્થરથી માથું છુદીને હત્યા કરી હતી.

હિતેષે અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ શરૂ કરતા થઈ તકરાર

પકડાયેલો આરોપી હિતેષ શ્રીમાણી હોમગાર્ડમાં ફરજ બજાવે છે અને શાહપુરમાં ગાજ બટનની દુકાન ચલાવે છે. આ દુકાનમાં મનીષા ચૌધરી નોકરી કરતી હતી. મનીષાના પતિ હિતેન્દ્ર ચૌધરીના મોત બાદ તેને હિતેષ સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા 5 વર્ષથી બંને વચ્ચે સબંધ ચાલતો હતો. હિતેષ પરણિત હોવા છતાં મનીષા સાથે સંબંધ રાખતો હોવાથી તેની પત્ની અને મનીષા વચ્ચે ઝઘડા ચાલતા હતા. આ દરમિયાન હિતેષે અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ શરૂ કર્યો, જેની જાણ મનીષા ને થતા બન્ને વચ્ચે ઉગ્ર તકરાર થઈ અને મનીષાએ ધમકી આપતા આરોપીએ હત્યા કરી નાંખી હતી.

 20 ,  1