‘તું મારી નહિ તો કોઈની નહીં’, પ્રેમિકાને પ્રેમીએ છરીના ઘા માર્યા

પ્રેમિકા મંગેતર સાથે વાત કરતી હતી ત્યારે જ પ્રેમીએ ઝઘડો કર્યો

ઓઢવ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતી યુવતીને ફ્લેટમાં જ રહેતા યુવક સાથે પ્રેમ હતો. પરંતુ પરિવારે યુવતીની સગાઇ સમાજના યુવક સાથે કરી દીધી હતી અને યુવતીને પ્રેમી સાથે સબંધ ન રાખવા સમજાવ્યું હતું. જેથી યુવતીએ પ્રેમી સાથે વાતો કરવાની ઓછી કરી દીધી હતી. પરંતુ પ્રેમી યુવતીના પ્રેમમાં પાગલ હતો. યુવતી તેના મંગતેર સાથે વાત કરતી હતી ત્યારે મંગેતરને ધમકી આપી હતી કે, મારી નહિં તો કોઇની નહિં. આ જ સમયે ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીને પણ છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પ્રેમી પલાયન થઇ ગયો હતો. બીજી તરફ યુવતીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે ઓઢવ પોલીસે પ્રેમી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંદી તપાસ શરૂ કરી છે.

મૂળ રાજસ્થાનની 26 રેખા(ઓળખ છુપાવા નામ બદલ્યું છે) તેના માતા પિતા અને બે બહેનો સાથે ઓઢવ વિસ્તારમાં રહે છે અને છૂટક સિલાઈ કામ કરે છે. આજથી સાતેક વર્ષ પહેલા રેખાને તેના ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા જીમ્મી નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. પણ ઘરમાં રેખા મોટી હોવાથી તેની જવાબદારી વધુ હોવાથી લગ્ન કરી શકાય તેમ ન હોવાનું તેણે જીમ્મીને જણાવ્યું હતું. બાદમાં માતાપિતાના કહેવાથી રેખાએ રાજસ્થાનના યુવક સાથે વર્ષ 2020માં સગાઈ કરી લીધી હતી.

રેખાએ જીમ્મી ને પણ સગાઈની જાણ કરી પ્રેમ સંબંધનો અંત લાવવા જણાવ્યું હતું. પણ જીમ્મી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો અને રેખાની વાત માનતો ન હતો. યુવતીએ પણ આ વાત તેના ઘરે કરી ન હતી. થોડા માસ અગાઉ રેખાએ તેના પરિવારને જીમ્મી હેરાન કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યારે જ જીમ્મીએ રેખાના મંગેતરને સગાઈ તોડી નાખવા ધમકી આપી હતી. જીમ્મી અવાર નવાર રેખા અને મંગેતરને “તું મારી નહિ તો કોઈની નહિ, મારી સાથે લગ્ન કરી લે નહિ તો તને અને તારા મંગેતરને જીવતા નહિ છોડું” જણાવી ધમકી આપતો હતો.

સોમવારના રોજ રેખા તેના મંગેતરનો વિડીયો કોલ આવતા તે સીડીમાં બેઠી બેઠી વાત કરતી હતી. ત્યારે જ ધાબેથી જીમ્મી આવ્યો અને તેણે યુવતીનું મોઢું દબાવી દીધું હતું. યુવતી પોતાને મુક્ત કરવા પ્રયાસ કરતી હતી. ત્યારે જ જીમીએ તે મારી નહિં તો કોઇની નહીં તેમ કહી ઝઘડો કર્યો હતો અને પછી જીમ્મી એ રેખાને છરીના ત્રણેક ઘા મારી દીધા અને લોકો આવી જતા તે ભાગી ગયો હતો. રેખાને સારવાર અર્થે ખસેડાતા ઓઢવ પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. ઓઢવ પોલીસે આ મામલે હત્યાની કોશિશ નો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર